Pramāṇa · Search · About · API

Uttarajjhayana 74

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 74

Language
Gujarati

74

વિવેચન–૧૨
ગલિ - અવિનીત, તેવો આ અશ્વ, તે ગલિતાશ્વ, તેની જેમ કશ પ્રહારથી. વચન - પ્રવૃત્તિ નિવૃત્તિ વિષયક ઉપદેશ, કોનો? ગુરુનો. વારંવાર ન ઈચ્છે. અર્થાત્‌ - જેમ ગલિત અશ્વ દુર્વિનીતતાથી વારંવાર કશપ્રહાર વિના પ્રવર્તતા કે નિવર્તતો નથી, તેમ તારે પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિ માટે વારંવાર ગુરુવચનની અપેક્ષા ન કરવી જોઈએ. પણ જેમ અશ્વ ચર્મયષ્ટિ જોઈને જ વિનીત થઈ જાય તેમ સુશિષ્ય ગુરુના આકારાદિ જોઈને પાપ અનુષ્ઠાનને સર્વ પ્રકારે પરિહરે છે. ધર્માનુષ્ઠાનમાં સ્થિર થાય છે. પાવક - શુભ અનુષ્ઠાન સ્વીકારે છે. અર્થાત્‌ સુશિષ્ય ગુરુના વચનની પ્રેરણા વિના જ પ્રવર્તે કે નિવર્તે છે. અહીં નિર્યુક્તિકારે ગલિત અશ્વની કરેલ વ્યાખ્યા કહે છે –

Linked texts (2)