Uttarajjhayana 75
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 75
- Language
- Gujarati
75
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૬૪ + વિવેચન [૧/નિર્યુક્તિ-૬૪ + વિવેચન]
ગણ્ડિ - પ્રેરિત પ્રતિપથાદિ વડે જાય છે, વિહાયોગમનથી કૂદતા જાય તે ગંડી, ગળીયા છે પણ વહન કરતા નથી કે જતા નથી તે ગલિત, મરેલ જેવાને ગાડા આદિમાં જોડાય, જમીન ઉપર પડતાને લતા આદિથી મરાય છે, તે મરાલિ. આવા ઘોડા અને બળદો હોય છે. બધાં દુષ્ટતા લક્ષણથી એકાર્થક છે. વિનયાદિ ગુણો વડે વ્યાપ્ત તે આકીર્ણ. પ્રેરકના ચિત્તને અનુવર્તવા વડે વિશેષ પ્રાપિત તે વિનીત. સ્વગુણો વડે શોભે છે. પ્રેરણા કરવાથી ચિત્તને નિવૃત્તિ આપે છે તે ભદ્રક. - X - એ બધાં એકાર્થક છે.
આવા ઉક્ત ગલિત અશ્વતુલ્ય શિષ્ય કે આકીર્ણતુલ્ય શિષ્યએ તેમના દોષ કે ગુણ છે. તેઓ ચિત્તને કોપ કે પ્રસાદ કરે છે તે કહે છે–