Pramāṇa · Search · About · API

Uttarajjhayana 77

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 77

Language
Gujarati

77

વિવેચન–૧૩
અણાસવ - ગુરુ વચનને સાંભળે તે આશ્રવ, તેવી પ્રતિભાષા વિષયવાળા નથી તે અનાશ્રવા. સ્થૂલ - અનિપુણ, જેના જેમતેમ ભાષિત વચનો છે તે સ્થૂળ વચનવાળા, કુશીલ - દુષ્ટ શીલવાળા, મૃદુ - અકોપન કે કોમળ આલાપનવાળા ગુરુને ચંડ - કઠોરભાષી કરી દે છે. આવા પ્રકારના શિષ્યના અનુશાસનને માટે ફરી વચનરૂપ અનુશાસનને માટે ખેદ અનુભવતા મૃદુ પણ ગુરુ કોપ પામે છે. આ ગલિત તુલ્યના દોષ કહ્યા. હવે આકીર્ણ તુલ્યના ગુણો કહે છે –
કસ આદિના માર વિના જે પ્રકારના ચિત્તને અનુસરે છે, તેવા અશ્વ તુલ્ય, જલદીથી - અવિલંબિત કારિતાથી જે યુક્ત છે, તે પ્રાસાદ (પ્રસન્ન) કરે છે. કોને? કોપનપણા આદિ વડે દુઃખે આશ્રય કરાય છે તેવા દુરાશ્રય ગુરુને ફરી અનુત્કુટ કષાયવાળા કરે છે. અહીં ચંડરુદ્રાચાર્યના શિષ્યનું દૃષ્ટાંત છે –
અવંતી જનપદમાં ઉજ્જૈની નગરીમાં સ્વપ્ન ઉદ્યાનમાં સાધુઓ પધાર્યા, ત્યાં ઉદાત વેશવાળો એક યુવાન મિત્રો સાથે આવ્યો. તે તેમને વાંદીને બોલ્યો – ભગવન્‌! મને સંસારથી પાર ઉતારો, મને દીક્ષા આપો. તેને એવું કપટ કરતો જોઈ, ચંડરુદ્રાચાર્યને બતાવીને કહ્યું – જા, આ તારો નિસ્તાર કરશે. તે પણ સ્વભાવે કઠોર હતા. તેને વાંદીને કહ્યું – ભગવન્‌! મને દીક્ષા આપો. આચાર્યએ રાખ લઈને, તેનો લોચ કરીને પ્રવ્રજિત કરી દીધો. મિત્રો તેમને ખેદ પહોંચાડી ચાલ્યા ગયા. સાધુઓ પણ પોતાના ઉપાશ્રયે ગયા. કંઈક સૂર્ય હતો ત્યારે માર્ગનું પ્રતિલેખન કરે છે. વહેલી સવારે નીકળીશું કહી બધાંને વિસર્જિત કર્યા. વિહાર કરતાં વિષમ માર્ગમાં ચંડરુદ્ર આચાર્યને ઠુંઠા વાગવાથી પડી ગયા. રોષથી તેણે નવા શિષ્યના માથમાં દંડ વડે પ્રહાર કર્યો. માથું ફૂટ્યું, તે પણ તે સાધુએ સમ્યક્‌ પ્રકારે સહન કર્યું. વિમળ પ્રભાતમાં ચંડરુદ્રએ તેના મસ્તકમાંથી વહેતા લોહીને જોયું. ખોટું થયાનો ભાવ ઉપજતા ક્ષમા માંગી. એ પ્રમાણે તે શિષ્યએ ગુરુને પ્રસન્ન કર્યા. એ પ્રમાણે શિષ્યએ મન, વચન, કાયાથી ગુરુના ચિત્તનું અનુવર્તન કરવું એ રીતે પ્રતિરૂપ યોગયોજન રૂપ ઔપચારિક વિનય કહ્યો.
ગુરુના ચિત્તનું અનુગમન કઈ રીતે કરવું?

Linked texts (2)