Uttarajjhayana 785
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 785
- Language
- Gujarati
785
વિવેચન–૩૬૪, ૩૬૫
જાતિમદ વાળો, જેમકે - ‘અમે બ્રાહ્મણો છીએ’ તેનાથી પ્રતિસ્તબ્ધ કે પ્રતિબદ્ધ, પ્રાણીનું ઉપમાર્દન કરનારા, સ્પર્શનાદિને વશીકૃત ન કરેલ, તેથી જ અબ્રહ્મ - મૈથુન. તેને સેવન કરનારા, તેવા આ અબ્રહ્મચારીઓ, કેમકે - તેઓ કહે છે - પુત્રની કામના માટે થતાં મૈથુનમાં કોઈ દોષ નથી, આદિ. તેથી જ બાલ-બાલ ક્રીડિતાનુકારી યજ્ઞાદિમાં પ્રવૃત્ત. તેઓ આ પ્રમાણે બોલ્યા - શું?
- X - રે! કોણ આવે છે? તેઓ પરસ્પર બોલ્યા - આ કોણ છે? રે - આ આમંત્રણ વચન છે. જેનું દીપ્તરૂપ છે તે, દીપ્ત વચન - અબિભત્સ, અત્યંત બળેલા - ફોડા થયેલા હોય તેવો, અથવા વિકૃતપણાથી દુર્દશ. કાલ - વર્ણથી કાળો, વિકરાલ - દાંતો વડે ભયાનક પિશાચવત્. ફોક્કા - આગળ સ્થૂળ અને ઉન્નત નાક જેનું છે તે. તથા લઘુત્વ જિર્ણત્વ આદિ વસ્ત્રો જેના છે તેવા અલ્પ વસ્ત્રવાળો, ધૂળ વડે પિશાચવત્ થયેલ, પિશાચ જ લૌકિકોમાં લાંબા વાળ, નખ, રોમાદિ વાળો અને ધૂળ વડે લેપાયેલો ઈષ્ટ છે, તેથી મુનિ પણ નિષ્પરિકર્મતાથી અને ધૂળથી લિપ્ત દેહપણાથી એવા કહ્યા.
સંકર - તે અહીં તૃણ, ભસ્મ, છાણ, અંગારાદિ મળીને ઉકરડા જેવા થયેલ વસ્ત્રો તે સંકરદુષ્ય, તેમાં જ જે અત્યંત નિકૃષ્ટ, નિરુપયોગી છે, તે લોક વડે ત્યજાય છે. અથવા ત્યાજ્ય પ્રાયઃ વસ્ત્રો જ આ ગ્રહણ કરે છે, તેથી તેવા વસ્ત્રો પહેરીને. અથવા સ્વ ઉપધિને લઈને ભમે છે. - X - X - આવા મુનિને દૂરથી આવતા જોઈને બોલ્યા, શું બોલ્યા? –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati