Pramāṇa · Search · About · API

Uttarajjhayana 8

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 8

Language
Gujarati

8

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૭ + વિવેચન [–/નિર્યુક્તિ-૭ + વિવેચન]
જીવ આદિ અર્થો જેનાથી અધિક જણાય છે તે, નયન - આત્મામાં અર્થથી પામવું. આના વડે જ્ઞાનાદિને વિદ્વાનો ઈચ્છે છે. અધિક - શીઘ્રતર, વા - બધે વિકલ્પાર્થે છે. સાધુ - વિશિષ્ટ ક્રિયા વડે અપવર્ગને સાધે છે, તે મુક્તિને પામે છે. એમ છે, તેથી અધ્યયનને ઈચ્છે છે. કેમકે નિરુક્ત વિધિથી અર્થનિર્દેશ પરત્વથી આમ કહેલ છે. અધિ પૂર્વક અધ્યયન - આમ વિવિધ રીતે બધે સૂત્રાર્થને બાધા ન પહોંચે તેમ વૈકલ્પિક વ્યાખ્યા પૂર્વાચાર્ય સંમતત્વથી અદુષ્ટત્વ જણાવવા માટે છે. ૦ હવે ભાવાક્ષીણ કહે છે –