Uttarajjhayana 801
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 801
- Language
- Gujarati
801
વિવેચન–૩૭૪
તમે આ લોકમાં ભારને ધારણ કરનારા છો. અથવા ભારવાહક છો. કોનો? વાણીનો. પ્રક્રમથી વેદ સંબંધી વાણીનો તેમને ભારધારક કે ભારવાહી કેમ કહો છો? કેમકે તમે અર્થને જાણતા નથી. કદાચ ઋગ્વેદ આદિનું અધ્યયન કરેલ હોય તો પણ અર્થજ્ઞાનથી અજ્ઞાન છો. - X - X - X - X - તમારા જ વેદપાઠો મુજબ પણ તમે તત્ત્વથી વેદ વિદ્યાવિદ્ થતાં નથી. તો પછી કઈ રીતે જાતિ વિદ્યા સંપન્નત્વથી તમે ‘ક્ષેત્રભૂત’ છો? તો પછી તમારા અભિપ્રાયથી તે ક્ષેત્રો કયા છે?
ઉચ્ચ-નીચ અર્થાત્ ઉત્તમ અને અધમ, તેને મુનિઓ ભિક્ષા નિમિત્તે ચરે છે - ઘરોમાં ભ્રમણ કરે છે. પણ તમારી જેમ મુનિઓ રાંધવું આદિ આરંભમાં પ્રવૃત્ત નથી. તેથી પરમાર્થથી તો તેઓ જ વંદના અર્થને જાણે છે. કેમકે ત્યાં પણ ભૈક્ષવૃત્તિથી જ સમર્થિતપણે છે. તેથી વેદાનુ-વાદી કહે છે – ‘માધુકરી વૃત્તિને માટે’ મ્લેચ્છ કુળોમાં પણ વિચરે. - X -
અથવા - ઉચ્ચ અને નીચ અર્થાત્ વિકૃષ્ટ અને અવિકૃષ્ટપણાથી વિવિધ પ્રકારના તપો છે. અથવા ઉચ્ચ વ્રતો તે બાકીના વ્રતોની અપેક્ષાથી મહાવ્રતો છે. જે વ્રતો મુનિઓ ચરે છે - સેવે છે. વળી તમે અજિતેન્દ્રિય પણ નથી અથવા અશીલો છે તે જ મુનિલક્ષણ ક્ષેત્રશોભન છે.
એ પ્રમાણે યક્ષે અધ્યાપકને નિર્મુખી કરાયેલો જોઈને, તેના છાત્રો ત્યારે આ પ્રમાણે બોલ્યા કે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati