Pramāṇa · Search · About · API

Uttarajjhayana 803

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 803

Language
Gujarati

803

વિવેચન–૩૭૫
અધ્યાપન કરાવે - ભણાવે તે અધ્યાપક - ઉપાધ્યાય. તેમની પ્રતિકૂળ બોલે છે, તે પ્રતિકૂળભાષી. પ્રકર્ષથી બોલે છે, તમને ધિક્કાર છે. અમે ક્ષમા કરીશું નહીં કે જે તું અમારી સમીપે આ પ્રમાણે બોલે છે. આ અન્ન-પાન જે દેખાઈ રહ્યા છે તે ભલે કોહવાઈ જાય, સ્વરૂપથી હાનિને પામે, સડી જાય, પણ તને આપીશું નહીં. હે નિર્ગ્રન્થ! નિષ્કિંચન! તું ગુરુ પ્રત્યનિક છે. અર્થાત્‌ જો પ્રત્યનીક ન હોત તો કદાચ અનુકંપાથી કંઈક અંતપ્રાંત અમે આપત. ત્યારે યક્ષે તેને કહ્યું –

Linked texts (2)