Pramāṇa · Search · About · API

Uttarajjhayana 811

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 811

Language
Gujarati

811

વિવેચન–૩૭૯
રાજ્ઞ - નૃપતિ, ત્યાં - યજ્ઞપાટકમાં, કોશલામાં થયેલ - કૌશલિક, તેની પુત્રી, ભદ્રા નામની જે કલ્યાણ શરીરા હતી. તેણીએ હરિકેશબલને જોઈને, તેવી અવસ્થામાં સંયતને હિંસાદિથી સમ્યક્‌ વિરમેલાને દંડ આદિ વડે મારતા તે ક્રોધિત કુમારોના કોપના અગ્નિને ઠારવા વડે ચોતરફથી ઠંડા કરે છે અર્થાત્‌ ઉપશાંત કરે છે.
તેણી તે કુમારોને ઉપશાંત કરીને, તે મુનિનું માહાત્મ્ય અને અતિ નિસ્પૃહતાને કહે છે –

Linked texts (2)