Uttarajjhayana 812
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 812
- Language
- Gujarati
812
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૮૦ થી ૩૮૨ [૧૨/૩૮૦ થી ૩૮૨]
દેવતાના અભિયોગથી નિયોજિત થઈને રાજાએ મને આ મુનિને આપેલી, પણ મુનિએ મનથી પણ મને ન ઈચ્છી. જેણે મને વમી નાંખેલ છે તેવા આ મુનિ નરેન્દ્રો અને દેવેન્દ્રોથી પણ અભિવંદિત છે.
આ તે જ ઉગ્ર તપસ્વી, મહાત્મા, જિતેન્દ્રિય, સંયમી અને બ્રહ્મચારી છે, જેણે સ્વયં મારા પિતા રાજા કૌશલિક દ્વારા મને દેવાયા છતાં, જેણે મારી ઈચ્છા પણ કરી નથી. આ ઋષિ મહાનુભાગ, મહાયશસ્વી, ઘોરવ્રતી અને ઘોર પરાક્રમી છે. તેઓ અવહેલનાને યોગ્ય નથી, તેથી તમે તેની અવહેલના ભસ્મ કરી દે. એવું ન થાય કે, પોતાના તેજથી આ તમને બધાંને બાળીને ભસ્મ કરી દે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit