Pramāṇa · Search · About · API

Uttarajjhayana 813

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 813

Language
Gujarati

813

વિવેચન–૩૮૦ થી ૩૮૨
દેવતાઓનો બળાત્કાર તે દેવાભિયોગ, તેના વડે વ્યાપારિત થઈને, અપ્રિયતાથી નહીં, મને આપેલી. અર્થાત્‌ હું જેને દેવાઈ. કોણે આપી? કૌશલિક રાજા વડે. તો પણ મન વડે પણ - ચિત્તથી પણ તેણે મને ન વિચારી અર્થાત્‌ અભિલાષા ન કરી. કોણે? આ મુનિએ. મુનિ કેવા છે? નરેન્દ્ર - નૃપતિઓ, દેવેન્દ્ર - શક્ર આદિ, નરેન્દ્ર અને દેવેન્દ્રો વડે આભિમુખ્યતાથી વંદિત - સ્તવન કરાયેલા. તેણે ઈચ્છા ન કરી હોવા છતાં નૃપના ઉપરોધથી સ્વીકારેલી કહી શકાય. તે ઋષિ વડે હું ત્યજાયેલી છું. તે ઋષિ આ જ છે. જેની કદર્થના કરવાનું તમે શરૂ કરેલ છે, તેની કદર્થના કરવી ઉચિત નથી.
ફરી આ જ અર્થને સમર્થન કરવા કહે છે - આ તે જ છે, તેમાં જરાપણ શંકા નથી. ઉત્કૃષ્ટ કે દારૂણ કર્મશત્રુઓ પ્રતિ અનશનાદિથી તપના અર્થાત્‌ ઉગ્ર તપવાળા, તેથી જ મહાન્‌ - પ્રશસ્ય વિશિષ્ટ વિર્યોલ્લાસથી આત્મા જેનો છે તે મહાત્મા, જિતેન્દ્રિય, સંયત, બ્રહ્મચારી. તે એટલે કોણ? જે મને ત્યારે - વિવક્ષિત સમયમાં દેવાયા છતાં ઈચ્છતા નથી. કોણે આપેલી? પિતાએ સ્વયં આપેલી, પ્રધાન આદિને મોકલીને નહીં. તે પણ કેવા પિતા? કૌશલિક રાજાએ, કોઈ સામાન્ય જન સાધારણે નહીં. આના વડે તે વિભૂતિનું નિસ્પૃહત્વ કહ્યું.
પાઠાંતરથી મહાનુભાવ, તેમાં અનુભાવ એટલે શાપ આપવાનું સામર્થ્ય. ઘોર વ્રત - અત્યંત દુર્ધર મહાવ્રતને ધારણ કરેલા, ઘોર પરાક્રમ - કષાય આદિના જય પ્રતિ નિષેધ કરે છે. આ અવજ્ઞાને ઉચિત નથી. કેમ? ક્યાંક સમસ્ત તપના માહાત્મ્ય રૂપ તેજથી તમને ભસ્મસાત્‌ કરી દેશે. અર્થાત્‌ હેલના કરાતા એવા આ જો કદાચ રોષ પામશે તો બધું જ બાળીને ભસ્મ કરી દેશે.
એટલામાં તેણીનું વચન ખોટું ન પડે, તે માટે યક્ષે શું કર્યું?

Linked texts (2)