Pramāṇa · Search · About · API

Uttarajjhayana 815

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 815

Language
Gujarati

815

વિવેચન–૩૮૩, ૩૮૪
તેણીના અનંતરોક્ત વચનો સાંભળીને. કોના? યજ્ઞાવાટકના અધિપતિ સોમદેવ પુરોહિતની પત્ની ભદ્રાના. સુભાષિત - સૂક્ત વચનો. ઋષિ તે તપસ્વીની વૈયાવચ્ચને માટે. આ પ્રયત્નીકોને નિવારવા રૂપ પ્રયોજનમાં વ્યાવૃત્ત થઈને આ સમર્થને માટે તેમ વિચાર યક્ષો-યક્ષ પરિવાર. તે કુમારોને - તે ઋષિને મારનારાઓને ભૂમિમાં રગદોડી નાંખ્યા.
તે યક્ષો રૌદ્રાકારધારી ઘોર રૂપે રહીને આકાશમાં આસુરભાવથી યુક્ત થઈને, તે જ યક્ષો, તે યજ્ઞાપાટકમાં તેને ઉપસર્ગ કરનાર છાત્ર-લોકને હણે છે. ત્યારપછી તે કુમારો વિદારિત થયા. યક્ષના પ્રહારોથી તેમના શરીરો ભેદાઈ ગયા, તેમને લોહી વમતા કરી દીધા.
તે જોઈને કૌશલિક રાજાની પુત્રીએ આ હવે કહેવાનાર વચનો વડે કહ્યું – ફરીથી કહ્યું તે શું છે? તે જણાવે છે –

Linked texts (2)