Uttarajjhayana 816
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 816
- Language
- Gujarati
816
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૮૫ થી ૩૮૭ [૧૨/૩૮૫ થી ૩૮૭]
જે ભિક્ષુની અવમાનના કરે છે, તેઓ નખોથી પર્વત ખોદે છે, દાંતોથી લોઢું ચાવે છે, પગોથી અગ્નિને કચડે છે.
મહર્ષિ આશિવિષ છે, ઘોર તપસ્વી છે, ઘોર પરાક્રમી છે, જે લોકો ભિક્ષુને ભોજનકાળે વ્યથિત કરે છે, તેઓ પતંગ સેનાની માફક અગ્નિમાં પડે છે.
જો તમે તમારું જીવન અને ધનને ઈચ્છતા હો, તો બધાં મળીને, નતમસ્તક થઈને, આ ઋષિનું શરણું લ્યો.. તમને ખબર હોવી જોઈએ કે આ ઋષિ કુપિત થતાં સમસ્ત વિશ્વને પણ ભસ્મ કરી શકે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit