Pramāṇa · Search · About · API

Uttarajjhayana 817

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 817

Language
Gujarati

817

વિવેચન–૩૮૫ થી ૩૮૭
ગિરિ - પર્વત, નખ - હથેળીનું મૂળ. અહીં મુખ્ય ખનન ક્રિયાદિ અસંભવે છે, છતાં ઉપમાર્થે આમ કહેલ છે કે - નખ વડે પર્વત ખોદવા જેવું છે. દાંત વડે લોઢું ખાતા હો તેમ ખાઓ છો, જાતતેજસ - અગ્નિ, તેને પગ વડે તાડન કરી રહ્યા છો. તો અમારે શું કરવું? તે કહે છે – જે તમે આ ભિક્ષુની અવમાનના કરી રહ્યા છો તેનું ફળ અનર્થરૂપ છે.
આમ કેમ કહ્યું? આસ્ય - દાઢા, તેમાં જેને વિષ છે તે આસીવિષ. આસીવિષ લબ્ધિવાળા, શાપ કે અનુગ્રહમાં સમર્થ. અથવા આસીવિષ સર્પ સમાન આસીવિષ.
તેઓ આવા પ્રકારે કેમ છે? કેમકે ઉગ્ર તપસ્વી છે. મહેસિ - મહાન્‌, બાકીના સ્વર્ગાદિની અપેક્ષાએ મોક્ષની અભિલાષા કરનારા. અથવા મહર્ષિ - ઘોર વ્રતી, ઘોર પરાક્રમી એમ હોવાથી અગ્નિમાં જેમ પતંગસેના આક્રમણ કરે છે, આ ઉપમા છે. જેમ પતંગની સેના મોટી હોય છે, તેની જેમ અગ્નિમાં પડતાં જલદીથી ઘાતને પામે છે.
તમે જે ભિક્ષુની અનુકંપા કરો છો, ભોજન સમયે તેમાં દિન આદિને અવશ્ય આપો છો, આ શિષ્ટ સિદ્ધાંતને ભૂલીને તમે આમને કંઈ આપવાને બદલે તાડન કરી રહ્યા છો. તેથી આ આસીવિષાદિ વિશેષણ યુક્ત મુનિ, નખ વડે પર્વતને ખોદવા વગેરેની માફક આમને ભોજનકાળે પણ આ ભોજનાર્થીને હણો છો.
હવે સ્વકૃત્ય માટે ઉપદેશ આપે છે - આ મુનિનો સ્વરક્ષણાર્થે આશરો લો. તેમની પાસે જાઓ. મસ્તક વડે પ્રણામ કરવા પૂર્વક આ જ અમારું શરણ છે, તેમ સ્વીકારો. કેવી રીતે? બધાં મળીને. શા માટે? જો તમે જીવવા ઈચ્છતા હો તો. જો તે કોપાયમાન થાય તો જીવિતવ્ય આદિના રક્ષણ માટે બીજું કોઈ સમર્થ નથી. એવું કેમ કહો છો? તે ક્રુદ્ધ થશે તો બધું બાળીને ખાખ કરી દેશે. - X - X - X -
હવે તેનો પતિ છાત્રોને તેવા જોઈને શું કરે છે? તે કહે છે –

Linked texts (2)