Uttarajjhayana 819
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 819
- Language
- Gujarati
819
વિવેચન–૩૮૮, ૩૮૯
અધોબાધિત કરાયેલા અર્થાત્ નીચે નમી ગયેલા, અવકોટિત - નીચેની તરફ વાળી નંખાયેલા, પૃષ્ઠ અભિમુખ કરાયેલા મસ્તકવાળા. - X - X - પ્રસારિત - ફેલાયેલી ભૂજા જેમની છે તેવા, તેનાથી તે ચકર્મચેષ્ટા અર્થાત્ અવિદ્યમાન - કર્મ હેતુથી વ્યાપારપણાથી રહિત થયેલા. અથવા કરાય તે કર્મો, અગ્નિમાં સમિધ પ્રક્ષેપણાદિ, તે વિષયક ચેષ્ટા તે કર્મચેષ્ટા અહીં ગ્રહણ કરાય છે. આંખો ફાટી ગયેલ, તે પ્રસારિત લોચનો જેમના છે તે. વળી લોહીના કોગળા કરતા, જેમના મુખ ઉર્ધ્વ તરફ થઈ ગયા છે, તેને કારણે જિહ્વા બહાર લબડી રહી છે તેવા - X - X -.
ઉક્ત રૂપે પોતાના છાત્રોની જોઈને. કેવા? અત્યંત નિશ્ચેષ્ટપણાથી લાકડા જેવા થઈ ગયેલા, વિમનસ્ક થઈ ગયેલા, વિષાદને પામેલા - કઈ રીતે આ છાત્રો સારા-સાજા થશે, તેવી ચિંતા વડે વ્યાકુળ. એવા દર્શન પછી સોમદેવ નામે બ્રાહ્મણ તે હરિકેશબલ નામના મુનિને પ્રસન્ન કરવાને માટે પત્નીની સાથે - તે ભદ્રા નામક ભાર્યા સહિત, મુનિની જે અવજ્ઞા અને નિંદા કરી તે માટે ક્ષમાયાચના કરે છે.
ફરી પણ તેમને પ્રસન્ન કરવા કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati