Pramāṇa · Search · About · API

Uttarajjhayana 825

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 825

Language
Gujarati

825

વિવેચન–૩૯૨
અર્થ - જ્ઞેયપણાથી આ બધી જ વસ્તુ, અહીં પ્રક્રમથી શુભાશુભ કર્મ વિભાગ કે રાગ-દ્વેષનો વિપાક પરિગ્રહણ કરાય છે. અથવા અર્થ - અભિધેય, તે અર્થથી શાસ્ત્રો જ, તેને. ચ શબ્દથી તેમાં રહેલ અનેક ભેદો સૂચવે છે. ધર્મ - સદાચાર કે દશવિધ યતિ ધર્મને. વિશેષથી વિવિધ રીતે જાણતા અને તમે ક્રોધ કરો જ નહીં. ભૂતિ પ્રજ્ઞ - રક્ષા પ્રધાન મંગલ બુદ્ધિથી યુક્ત છો, તેથી તમારા જ ચરણમાં અમે શરણ સ્વીકારવા બધાં લોકોની સાથે એકઠાં થયેલા છીએ. - વળી -

Linked texts (2)