Pramāṇa · Search · About · API

Uttarajjhayana 827

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 827

Language
Gujarati

827

વિવેચન–૩૯૩
અર્ચા - પૂજા, અમે તમારા સંબંધી બધાંની પૂજા કરીએ છીએ. હે મહાભાગ! આપ પિંડ - ભોજનાર્થે પધારો. મહાભાગ એટલે અતિશય અચિંત્ય શક્તિયુક્ત. તમારા ચરણની ધૂળ આદિ એવું કંઈપણ નથી કે જેની અમે પૂજા ન કરતા હોઈએ, પરંતુ બધાંની પૂજા કરીએ છીએ. અહીં ફરીથી વ્યતિરેકથી તે જ વાત સુખેથી સમજાય તે માટે કરેલી છે.
આના વડે સ્વતઃ તેમનું પૂજ્યત્વ કહ્યું. તેના સ્વામીપણાનો પૂજ્યતા હેતુ છે. તથા વાપરો-ભોજન કરો, શેનું? શાલિ વડે નિષ્પન્ન ઓદનનું, કે જે વિવિધ વ્યંજન વડે - અનેક પ્રકારના દહીં આદિ વડે સમ્મિશ્રનું. - વળી -

Linked texts (2)