Uttarajjhayana 833
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 833
- Language
- Gujarati
833
વિવેચન–૩૯૬
સાક્ષાત્ - પ્રત્યક્ષ, ખુ - નિશ્ચિત, તેથી આ સાક્ષાત્ જ દેખાય છે - અવલોકાય છે. આ કોણ છે? તપ - લોક પ્રસિદ્ધ વ્રત-ઉપવાસાદિ, તેનું વિશિષ્ટત્વ, માહાત્મ્ય તે તપોવિશેષ. જાતિ માહાત્મ્ય કંઈપણ દેખાતું નથી. એમ કેમ કહ્યું? આ ચાંડાલપુત્ર હરિકેશ છે, તે માતંગપણાથી પ્રસિદ્ધ પણે છે અને યતિપણાથી સાધુ હોવાથી ‘હરિકેશ સાધુ’ છે તે અહીં જુઓ.
કદાચિત્ બીજો કોઈ ક્યારેક આથી કહે છે – જેની આ દૃશ્યમાન રૂપ આવી ઋદ્ધિ - દેવ સંનિધાન રૂપ સંપત્તિ મહાનુભાગ છે - સાતિશય માહાત્મ્ય છે. જાતિ વિશેષ છતાં સર્વોત્તમપણે બ્રાહ્મણ જાતિની જેમ અમારા દેવતા પણ વૈયાવચ્ચ કરે છે, એવો ભાવ છે.
હવે તે જ મુનિ ઉપશાંત મિથ્યાત્વ મોહનીય ઉદયવાળાની જેમ જોતા આ પ્રમાણે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati