Uttarajjhayana 843
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 843
- Language
- Gujarati
843
વિવેચન–૪૦૧
સંવૃત્ત - સમસ્ત આશ્રવદ્વારોને બંધ કરીને તે સુસંવૃત્ત. કોના વડે? પાંચ સંખ્યાથી - પ્રાણાતિપાત વિરતિ આદિ વ્રતોથી સંવર કરેલ, આ મનુષ્ય જન્મમાં ઉપલક્ષણપણાથી પરલોકમાં, અસંયમ જીવિતને ન ઈચ્છતો અથવા આયુ સમાપ્ત થઈ જાય તો પણ બીજાના ધનાદિને ન ઈચ્છતો, જ્યાં વ્રતમાં વિઘ્ન થાય ત્યાં જીવિતને પણ ન ગણકારતો, તેથી જ વ્યુત્સૃષ્ટ - વિવિધ ઉપાયો વડે કે વિશેષથી પરીષહ અને ઉપસર્ગ સહિષ્ણુતા લક્ષણ વડે તજેલ - કાય - શરીરને જેણે તે વ્યુત્સૃષ્ટકાય, શુચિ - અકલુષ વ્રત એવા તે ત્યક્ત દેહ - અત્યંત નિષ્પ્રતિકર્મતાથી શુચિ ત્યક્ત દેહ, મહાન જય - કર્મશત્રુના પરાભવન રૂપ જે યજ્ઞમાં છે તે મહાજય. - X - X - શ્રેષ્ઠ વચનથી આવું યજન ઈષ્ટ છે, તેમ કુશલ પુરુષો કહે છે. આને જ કર્મોને દૂર કરવાનો ઉપાય કહેલો છે.
જો આવા પ્રકારના ગુણો તે શ્રેષ્ઠ યજ્ઞમાં પૂજે છે. તો તમે પણ આવા પ્રકારના ગુણો જ પૂજો. તથા તેને પૂજતા કયા ઉપકરણો અને કઈ યજન વિધિ છે? તે અભિપ્રાયથી આ પ્રમાણે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati