Uttarajjhayana 845
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 845
- Language
- Gujarati
845
વિવેચન–૪૦૨
કેવા સ્વરૂપની તમારી જ્યોતિ - અગ્નિ છે, કેવા તમારા જ્યોતિસ્થાન છે કે જ્યાં અગ્નિ રખાય છે. ઘૃત આદિને પ્રક્ષેપનારી દર્વી - કડછી કેવી છે? કરીષ - છાણ, તે જ અગ્નિના ઉદ્દીપનનું અંગ હોવાથી કરીષાંગ છે, જેના વડે અગ્નિ સંધુકાય છે. સમિધ, જેના વડે અગ્નિ પ્રજ્વલિત કરાય છે, તે તમારે શું છે? શાંતિ - દુરિત ઉપશમન હેતુ અધ્યયન પદ્ધતિ ક્યા પ્રકારે છે? હે ભિક્ષુ! કેવી હવન વિધિ વડે આહુતિ આપીને અગ્નિને પ્રીણિત કરો છો?
છ જીવનિકાયના આરંભના નિષેધથી જ અમારો અભિમત હોય છે. તેના ઉપકરણો પૂર્વ નિષિદ્ધ છે, તો યજનનો સંભવ કઈ રીતે થાય? મુનિ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati