Pramāṇa · Search · About · API

Uttarajjhayana 847

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 847

Language
Gujarati

847

વિવેચન–૪૦૩
તપ - બાહ્ય અભ્યંતર ભેદે છે તે અગ્નિ છે. જેમ અગ્નિ ઈંધણને ભસ્મ કરે છે, તેમ તપ પણ ભાવ ઈંધણ - કર્મોને ભસ્મ કરે છે. જીવ - જંતુ જ્યોતિ સ્થાન, તપરૂપ અગ્નિ તેને આશ્રયે રહે છે. જેમાં સ્વ કર્મ વડે સંબદ્ધ કરાય છે - જોડાય છે, તે યોગ - મન, વચન, કાયા. સ્નેહ સ્થાનીય તે શુભ વ્યાપારો છે, તપરૂપ અગ્નિને જ્વલનના હેતુરૂપે તેમાં સંસ્થાપિત કરાય છે. શરીર એ કરીષાંગ છે, તેના વડે જ તપરૂપ અગ્નિ ઉદ્દિપ્ત કરાય છે. કર્મો, તેને જ તપ વડે ભસ્મીસાત્‌ કરાય છે. સંયમ યોગ - સંયમ વ્યાપાર, શાંતિ - સર્વ પ્રાણીના ઉપદ્રવોને દૂર કરવા વડે. હોમ - હોમ વડે તપોજ્યોતિ પ્રદીપ્ત થાય છે. ઋષીણાં - મુનિના સંબંધી પ્રશસ્ત જીવોપઘાત રહિતપણાથી વિવેકી વડે સમ્યક્‌ ચારિત્ર વડે પ્રશંસિત છે. આના વડે કયા હોમ વડે અગ્નિને પ્રજ્વલિત કરાય છે, ઈત્યાદિનો ઉત્તર આપ્યો.
આના દ્વારા બ્રાહ્મણોના લોકપ્રસિદ્ધ યજ્ઞોના અને સ્નાનના નિષિદ્ધપણાથી તેઓ વડે યજ્ઞ સ્વરૂપ પૂછાયું, તેનો ઉત્તર મુનિ વડે કહેવાયો. હવે સ્નાનનું સ્વરૂપ પૂછવાની ઈચ્છાવાળાને આમ કહે છે –

Linked texts (2)