Uttarajjhayana 851
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 851
- Language
- Gujarati
851
વિવેચન–૪૦૫, ૪૦૬
ધર્મ્મ - અહિંસા રૂપ દ્રહ, કર્મરજને દૂર કરવાથી બ્રહ્મ - બ્રહ્મચર્યને તે શાંતિ તીર્થ છે, તેના આસેવનથી જ સકલમલના મૂલને રાગ-દ્વેષથી ઉન્મૂલિત કરે છે. તેની ઉન્મૂલનાથી કદાચિત્ મલનો સંભવ રહેતો નથી. અહિંસાના ઉપલક્ષણ સત્ય આદિ પણ લેવા. - X - X - અથવા બ્રહ્મચર્યવાળા તે સાધુઓ જાણવા. કેમકે - X - સાધુનું દર્શન શ્રેષ્ઠ છે, સાધુઓ તીર્થરૂપ જ છે, તીર્થ કાળ વડે - સમયથી પવિત્ર કરે છે, સાધુનો સમાગમ જલદીથી પવિત્ર કરે છે.
આપના દ્વારા પુનીત તીર્થ પ્રાણીના ઉપમર્દન હેતુપણાથી, તે મલના ઉપચય નિમિત્ત જ થાય છે, પછી તે શુદ્ધિના હેતુ માટે કઈ રીતે થાય? કહ્યું છે કે – રોજેરોજ હજારો વર્ષો સુધી સ્નાન કરે, સાગર વડે પણ સ્નાન કરે, તેટલા માત્રથી તેમની શુદ્ધિ કઈ રીતે થાય?
દ્રહ શાંતિ તીર્થમાં જ વિશેષથી કહે છે – અનાવિલ - મિથ્યાત્વ ગુપ્તિ વિરાધનાદિ વડે અકલુષ, અનાવિલત્વથી જ જીવને પ્રસન્ન - કંઈ પણ અકલુષ પિત આદિ અન્યતરા લેશ્યા જેમાં છે તે આપ્ત પ્રસન્નલેશ્ય. અથવા આપ્તા - પ્રાણીઓને અહીં કે પરત્ર હિતને પ્રાપ્ત. તેના વડે જ ઉક્તરૂપ પ્રસન્ન લેશ્યા જેમાં છે તેવું ધર્મદ્રહ અને બ્રહ્મ નામનું શાંતિતીર્થ છે. જો બ્રહ્મ શબ્દથી બ્રહ્મચર્ય લઈએ, તો તે પક્ષમાં વચનના વિપરિણામથી બંને વિશેષણોની વ્યાખ્યા કરી.
જેમાં સ્નાન કરેલો અત્યંત શુદ્ધિ થવાથી વિમલ - ભાવમલ રહિત, તેથી જ અતિ વિશુદ્ધ - કલંક રહિત. સુશીતીભૂત રાગાદિ ઉત્પત્તિ વિરહિત સારી રીતે શૈત્યને પ્રાપ્ત. શોભનશીલ કે ચારિત્ર પ્રાપ્તને સુશીલ પ્રાપ્ત પ્રકર્ષથી ત્યજે છે, કોને? કર્મરૂપ દોષોને. આના વડે આમ કહે છે - મારે દ્રહતીર્થમાં જ શુદ્ધિસ્થાનને પરમ એવંવિધ એ પ્રમાણે જ છે.
હવે નિગમન કરવાને કહે છે - અનંતર ઉક્ત સ્નાન પૂર્વોક્ત રૂપે જ આ સ્નાનને મહાસ્નાન રૂપે જોયેલ છે, તમે કહેલાં સ્નાનને નહીં. કેમકે આ જ સર્વમલના અપહારિપણાથી સાચું સ્નાન છે. તેથી જ ઋષિઓને તે પ્રશસ્ત છે પણ જળ સ્નાનવત્ દોષોથી નિંદેલ નથી.
આનું જ ફળ કહે છે – મહામુનિએ ઉત્તમ સ્થાન - મુક્તિલક્ષણને આવું સ્નાન કરનારા પ્રાપ્ત કરે છે. - X
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati