Pramāṇa · Search · About · API

Uttarajjhayana 852

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 852

Language
Gujarati

852

૦ હરિકેશીય નામક બારમું અધ્યયન કહ્યું. હવે તેરમું કહે છે. આનો અભિસંબંધ આ છે – અનંતર અધ્યયનમાં શ્રુતવાળાને પણ યત્ન કરવો જોઈએ, તેમ જણાવવા તપની સમૃદ્ધિ કહી. અહીં તે પ્રાપ્ત થવા છતાં પણ નિદાનનો પરિહાર કરવો જોઈએ તેમ દર્શાવવા તે મહા અપાયનો હેતુ ચિત્ર અને સંભૂતના દૃષ્ટાંતથી નિર્દેશ કરે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનનો – X – X – નામ નિક્ષેપો ‘ચિત્રસંભૂતીય’ નામ છે. તેથી ચિત્રસંભૂતના નિક્ષેપના અભિધાન માટે નિર્યુક્તિકાર કહે છે –

Linked texts (2)