Pramāṇa · Search · About · API

Uttarajjhayana 854

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 854

Language
Gujarati

854

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૩૩ થી ૩૩૫ + વિવેચન [૧૩/નિર્યુક્તિ-૩૩૩ થી ૩૩૫ + વિવેચન]
આ ગાથાનો ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ પ્રમાણે – કોશલના અલંકાર ભૂત સાકેત નામે નગર હતું. તેમાં જીવાજીવાદિ તત્ત્વનો જ્ઞાતા એવો ચંદ્રાવતંસક નામે રાજા થયો. તેને ધારિણી નામે પત્ની (રાણી) હતી. તેમનો પુત્ર મુનિચંદ્ર હતો. તે રાજા અન્ય કોઈ દિવસે સંવેગ ઉત્પન્ન થવાથી પોતાના પુત્રને રાજમાં અભિષિક્ત કરીને પ્રવ્રજ્યા લીધી. પ્રવ્રજ્યા પાળીને મલ કલંક રહિત થઈને તે અપવર્ગે ગયા.
કોઈ દિવસે સાગરચંદ્રઆચાર્ય ઘણાં શિષ્યોથી પરિવરી ત્યાં આવ્યા. મુનિચંદ્રરાજા વંદનાર્થે નીકળ્યો. તેમણે શ્રુતને કહ્યું. રાજાને તે વિશુદ્ધ ધર્મ કરવાનો અભિલાષ થયો. પોતાના પુત્રને રાજ સોંપીને તેણે દીક્ષા લીધી. શિક્ષા પ્રાપ્ત કરી. મુનિચંદ્ર મુનિ ગુરુના નિયોગથી એકલાં જ ભોજન-પાન નિમિત્તે કોઈ પ્રત્યંત ગ્રામમાં પ્રવેશ્યા. સાર્થ ચાલ્યો, આચાર્ય પણ ચાલ્યા, મુનિચંદ્ર મુનિ વિસ્મૃત થઈ ગયા. તેઓ માર્ગથી પરિભ્રષ્ટ થઈ ગયા.
ચાર ગોપાલદારકોએ તેમને મૂર્ચ્છાવશ જોયા. મુનિ પ્રત્યે અનુકંપા ઉત્પન્ન થઈ. ગોરસ આદિ પીવડાવતા તેઓ સમાશ્વસ્ત થયા, તેમને ગોકુલમાં લઈ ગયા. પ્રાસૂક અન્નાદિથી પ્રતિલાભ્યા. મુનિચંદ્ર મુનિએ જિનપ્રણિત ધર્મ કહ્યો. ચારેએ આ ભાવગર્ભ ધર્મ સ્વીકાર્યો. ત્યાં મળ વડે ખરડાયેલ દેહને જોઈને બેને જુગુપ્સા થઈ. તેમની અનુકંપાથી સમ્યક્‌ત્વ અનુભાવથી નિર્વર્તિત થયા. ચારે પણ તેઓ દેવાયુ પામીને દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવીને જેમણે જુગુપ્સા કરેલ ન હતી તે બે સાધુઓ કેટલાંક ભવો પછી બંને ઈષુકારપુરમાં બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા. તેની વક્તવ્યતા ઈષુકારીય નામના અનંતર અધ્યયનમાં કહેવાશે.
જે બે મુનિએ જુગુપ્સા કરેલી તે બંને દશાર્ણ જનપદમાં બ્રાહ્મણ કુળમાં દાસપણે ઉત્પન્ન થયા. તેમાંનો એક અહીં બ્રહ્મદત્ત થશે, તેનો અહીં અધિકાર છે. અહીં નિયાણાને કહેવાનું છે, તેથી જ તેનું વિધાન છે. – X – અહીં નામ નિષ્પન્ન નિક્ષેપામાં પ્રસ્તુતમાં પ્રસંગથી અર્થાધિકાર કહ્યો. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. – X – X – હવે સૂત્ર કહેવું જોઈએ.

Linked texts (1)