Uttarajjhayana 874
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 874
- Language
- Gujarati
874
વિવેચન–૪૧૬ થી ૪૧૮
સર્વ – નિરવશેષ, સુચીર્ણ – શોભન અનુષ્ઠિત તપ વગેરે. અથવા પોષિત વ્રત ઈત્યાદિ રૂઢિથી સાધુત્વ, ફળ સહિત વર્તે છે તેથી સફલ. કોને? મનુષ્યોને ઉપલક્ષણથી બધાં પ્રાણીઓને. શા માટે? અવશ્ય વેદવાપણાથી ઉપરચિત કર્મોથી મુક્તિ થતી નથી. અર્થાત્ તેનું ફળ તે અવશ્ય આપે છે. તારા વડે જ પ્રાર્થનીય દ્રવ્યો વડે કામ – મનોજ્ઞ શબ્દાદિ વડે, પ્રધાન એવા તે કામથી, આનાથી ઉપલક્ષિત થયેલો મારા આત્મા પણ શુભ કર્મફળથી યુક્ત – પુન્યફલ સહિત છે.
હે સંભૂત! જે પ્રમાણે તું જાણે છે – અવધારે છે કે સંભૂત નામનો પૂર્વભવ હતો. મહાનુભાગ, સાતિશય વિભૂતિયુક્ત, તે પ્રમાણે જ પુન્ય ફળ સહિત ચિત્ર પણ તેમજ જાણે છે. હે રાજન્! તે કઈ રીતે? ઋદ્ધિ-સંપત્તિ, દ્યુતિ-દીપ્તિ, તે પણ જન્માંતરના ચિત્ર એવા નામથી જ. મને તેવા જ ઘણાં ભાવો છે અથવા મારો આત્મા પુન્યફળથી યુક્ત છે. આના દ્વારા ચિત્રમુનિએ પણ પોતાનો નિર્દેશ કર્યો.
હે સંભૂત! જેમ તું આત્માને મહાનુભાગ આદિ વિશેષણથી વિશિષ્ટ જાણે છે, તેમ ચિત્ર પણ જાણે છે. ચિત્ર નામના મારા પણ ગૃહસ્થ ભાવમાં એ પ્રમાણે જ હતું, તેવો ભાવ છે. બાકી પૂર્વવત્.
જો તને પણ એવા પ્રકારની સમૃદ્ધિ છે, તો દીક્ષા કેમ લીધી? એ કહે છે – અપરિમિત અનંત દ્રવ્ય પર્યાય રૂપપણાથી અર્થ – અભિધેય જેનું છે તે મહાર્થ સ્વરૂપને, ચક્ષુર્ગ્રાહ્ય ગુણોને નહીં. તેથી જેનું મહાર્થ રૂપ છે તે તથા, અથવા મહત્ અર્થ – જીવાદિ તત્ત્વરૂપ દર્શાવે છે, તે મહાર્થ રૂપ, વચન વડે અપ્રભૂત કે અલ્પભૂત – અર્થાત્ થોડાં અક્ષર, તે એવું શું છે? ગવાય તે ગાથા, તે અહીં અર્થથી ધર્મને જણાવતી સૂત્ર પદ્ધતિ, તીર્થંકર અને ગણધરાદિથી પછી ગવાયેલ તે અનુગીતા. અર્થાત્ તીર્થંકર આદિથી સાંભળીને સ્થવિરોએ પ્રતિપાદિત કરેલી છે. આના વડે શ્રોત્રને અનુકૂળ જ દેશના કરાય છે, તેમ જણાવેલ છે.
ક્યાં જણાવેલ છે? મનુષ્યોનો સંઘ-સમૂહ, તેની મધ્યમાં ગાથાને જ ફરી વિશેષતા કરતાં કહે છે – જે ગાથા મુનિના શીલ-ચારિત્ર, અથવા ગુણથી પૃથક્ જ્ઞાન. તે શીલગુણો વડે – ચારિત્ર અને જ્ઞાન વડે યુક્ત છે, આ જગતમાં તે પઠન કે શ્રવણથી તેના અર્થાનુષ્ઠાનાદિથી આવર્જાય છે અથવા જે ભિક્ષુ તેને સાંભળીને આ જિન પ્રવચનમાં યત્નવાળા થાય છે તે મારા વડે પણ સંભળાઈ, પછી હું શ્રમણ થઈ ગયો. પણ દુઃખથી બળીને નહીં – તે સાંભળીને બ્રહ્મદત્ત નિમંત્રણ આપે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati