Pramāṇa · Search · About · API

Uttarajjhayana 880

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 880

Language
Gujarati

880

વિવેચન–૪૨૨, ૪૨૩
સર્વે વિલપિત માફક વિલપિત નિરર્થકપણે સુદિત યોનિત્વથી છે, તેમાં નિરર્થકપણે – ઉન્મત્ત બાળકના ગીતવત્‌ અને સુદિત યોનિમાંથી તે વિરહ અવસ્થામાં પ્રોષિતભર્તૃકના ગીતવત્‌ છે. શું? ગાન. તથા સર્વ નૃત્ય – શરીરના વિક્ષેપણરૂપ કે વિડંબિત છે, જેમ યક્ષાવિષ્ટ કે મદ્યપાન કરેલો આમ-તેમ હાથપગને પછાડે છે એ પ્રમાણે નૃત્ય કરનારને પણ જાણવા. તથા બધાં આભરણો મુગટ આદિ પણ તત્ત્વથી તેમને ભારરૂપ જ છે. – X – X – તથા બધાં કામ-શબ્દાદિ, મૃગાદિની માફક દુઃખની પ્રાપ્તિના હેતુપણાથી છે. મત્સર, ઈર્ષ્યા, વિષાદ આદિથી ચિત્ત વ્યાકુળતા ઉત્પાદકપણાથી નરકાદિના હેતુપણે છે.
તથા બાલ-વિવેકરહિતોને અભિરામ – ચિત્તને અભિરતિ હેતુક છે. તે દુઃખ પ્રાપક રૂપ છે, તેમાં કોઈ સુખ નથી. શેમાં? મનોજ્ઞ શબ્દાદિ કામગુણો સેવનારાઓમાં. હે રાજન્‌! પૃથ્વીપતિ! કામ વિરક્તને એટલે વિષય પરાંગ્મુખોને તપ એ જ ધન છે, તે તપોધના, તેમને જે સુખ છે અથવા યતીના શીલ અને ગુણોમાં આસક્તોને છે, (તે કામાસક્તને ક્યાંથી હોય?) હવે ધર્મફળના ઉપદર્શન સહ ઉપદેશ કહે છે –

Linked texts (2)