Uttarajjhayana 886
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 886
- Language
- Gujarati
886
વિવેચન–૪૨૮, ૪૨૯
જેમ આ લોકમાં મૃગપતિ – સિંહ અથવા વ્યાઘ્ર આદિ મૃગને લઈ જઈને સ્વમુખમાં કે પરલોકમાં લઈ જાય છે, એ પ્રમાણે મૃત્યુ મનુષ્યને લઈ જ જાય છે. ક્યારે? અંતકાળે, જીવિતવ્યના અવસાન સમયે. અર્થાત્ જેમ આ સિંહ વડે લઈ જવાય ત્યારે કોઈ ન બચાવે તેમ આ પ્રાણીઓ પણ મૃત્યુ વખતે કદાચિત્ તેના સ્વજન સહાય કરશે તેમ શંકા થાય તો કહે છે કે – ત્યારે તેના માતા, પિતા, ભાઈ વગેરે કોઈને કાળે – જીવિતાંત રૂપ – મૃત્યુ વડે લઈ જવાતા હોય તો બચાવી શકતા નથી. – X – X – કહ્યું છે કે – પિતા, ભાઈ, પુત્ર, પત્ની, બાંધવા આદિ કોઈ પણ સંસાર સાગરમાં મરણથી રક્ષણ કરવાને સમર્થ નથી. – X – X -.
મૃત્યુ વડે લઈ જવાતા તેમને તે કાળે થનારા દુઃખથી અત્યંત પીડિતના શારીરિક કે માનસિક દુઃખનો કોઈ વિભાગ કરી શકતું નથી, પછી તે દૂરવર્તી સ્વજન હોય કે મિત્રવર્ગ હોય, પુત્ર હોય કે બંધુ હોય. કોઈ ન બચાવી શકે. એક આત્મા જ આ દુઃખને વેદે છે. કેમકે જેઓ કર્મના ઉપાર્જિતા છે, કર્મો તેની જ પાછળ જાય છે. અર્થાત્ જે કર્મો કરે છે, તે જ તેના ફળને અનુભવે છે. આ પ્રમાણે અશરણત્વ ભાવના જણાવીને એકત્વ ભાવના કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati