Uttarajjhayana 888
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 888
- Language
- Gujarati
888
વિવેચન–૪૩૦, ૪૩૧
ત્યાગ કરીને, કોનો? દ્વિપદ – પત્ની આદિ, ચતુષ્પદ – હાથી આદિ, ક્ષેત્ર – ઈક્ષુ ક્ષેત્રાદિ, ગૃહ – ધવલગૃહ આદિ, ધન – કનકાદિ, ધાન્ય – શાલિ આદિ, વસ્ત્રાદિ, બધું જ છોડીને પછી શું? તે કહે છે – કર્મો જ આત્માની સાથે અવશપણે પ્રકર્ષથી સાથે જાય છે. ક્યાં? અન્ય ભવમાં, સુંદર – સ્વર્ગ આદિ અને પાપક – નરકાદિ, સ્વકૃત કર્માનુરૂપ ગતિ થાય.
ત્યાં શું અન્યદર્શનીની માફક શરીર સહિત જ ભવાંતરમાં જાય છે કે અન્યથા જાય છે? ઔદારિક શરીરની અપેક્ષાથી અશરીર જ, તો પછી તે શરીરને તજ્યા પછી શું વાર્તા હોય છે? જે તેણે અદ્વિતીયનો ત્યાગ કર્યો છે, તે દ્વિતીય પ્રાણીને અન્યત્ર સંક્રમણ કરતાં તુચ્છ – અસાર એવા કુત્સિત શરીરને, ભવાંતરમાં જાય ત્યારે ચિતામાં – મૃતકને બાળવા માટે ઈંધણમાં અર્થાત્ કાષ્ઠ રચિત ચિતામાં બાળી નાંખવામાં આવે છે. તેને અગ્નિમાં બાળ્યા પછી પત્ની, પુત્ર, જ્ઞાતિજન આદિ તેમની અભિલષિત વસ્તુના સંપાદનને માટે બીજા કોઈ દાતાર પ્રતિ સરકી જાય છે.
તેઓ જ આ (મરેલો) ઘરને રોકીને બેઠો છે, એમ વિચારીને તેને ઘરની બહાર કાઢીને, જન લજ્જાદિથી બાળી નાંખીને લૌકીક કૃત્ય અને આક્રંદન આદિ કેટલાંક દિવસો કરીને ફરી સ્વાર્થ તત્પરતાથી તે જ પ્રમાણે કોઈ બીજાને અનુવર્તે છે. તેમાં પ્રવૃત્તને પણ કોઈ પૂછતું નથી કે તમારું અનુગમન શા કારણે છે? એવો અભિપ્રાય છે. વળી –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati