Pramāṇa · Search · About · API

Uttarajjhayana 894

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 894

Language
Gujarati

894

વિવેચન–૪૩૪, ૪૩૫
હે ચિત્ર નામક મુનિ! સનત્કુમાર નામે ચોથા ચક્રવર્તીને અતિશય સંપત્તિ યુક્ત જોઈને એને ઉક્ત રૂપ કામભોગોની અભિકાંક્ષાપણાથી મેં પૂર્વજન્મમાં ભોગની આશંસારૂપ અશુભાનુબંધી કર્મ બાંધ્યું. કદાચિત્‌ બાંધીને પણ જો તેને પ્રતિક્રાંત કરેલ હોત તો? તેથી કહે છે – તે નિદાનનું મેં પ્રતિક્રમણ ન કર્યું, અર્થાત્‌ તેનાથી હું નિવૃત્ત ન થયો. તેથી તમે ઘણું જ કહેવા છતાં મારા ચિત્તમાં તેની પ્રવૃત્તિ થઈ નહીં. આ આવું અનંતર કહેવાનાર કર્મોનું ફળ છે. તે કેવું છે? તે કહે છે –
શ્રુતધર્માદિને જાણવા – સમજવા છતાં હું કામભોગોમાં મૂર્ચ્છિત છું તે આ કામભોગોમાં મૂર્ચ્છના એ મારા નિદાન કર્મોનું ફળ છે, અન્યથા ‘જ્ઞાનનું ફળ વિરતિ’ છે, તે જાણવા છતાં પણ ધર્માનુષ્ઠાન મને કેમ ન રુચે? હવે નિયાણાના ફળને જ ઉદાહરણથી દર્શાવતા કહે છે–

Linked texts (2)