Uttarajjhayana 896
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 896
- Language
- Gujarati
896
વિવેચન–૪૩૬
નાગ – હાથી, જેમ કાદવવાળા જળમાં ખૂંચી જાય, તે કદાચ જળરહિત એવા ભૂતલને જુએ છતાં, તેને પામી શકતા નથી. અર્થાત્ તે કિનારાને અથવા સ્થળને પામતા નથી. એ પ્રમાણે તે હાથીની માફક અમે ઉક્તરૂપ કામગુણોમાં મૂર્ચ્છિત થયેલા સાધુના સદાચાર લક્ષણ માર્ગને અનુસરી શકતા નથી. અહીં પંકજળની ઉપમાથી કામભોગો કહ્યા. તેથી તેની પરતંત્રતાથી તેનો પરિત્યાગ કરી શકતા નથી. મુનિમાર્ગને જાણવા છતાં પણ કાદવમાં ખૂંપેલા હાથીની માફક અમે નીકળવા સમર્થ નથી.
ફરી અનિત્યતાના દર્શનને માટે મુનિ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati