Pramāṇa · Search · About · API

Uttarajjhayana 900

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 900

Language
Gujarati

900

વિવેચન–૪૩૮
જો તું ભોગોને છોડવાને અસમર્થ છો, તો હે રાજન્‌! આર્ય – હેય ધર્મોથી – દૂર જઈને, શિષ્ટ જનને ઉચિત એવા કર્મો – અનુષ્ઠાનો કર. ગૃહસ્થ ધર્મમાં સમ્યગ્‌ દૃષ્ટિ આદિ શિષ્ટ આચરિત આચાર રૂપે રહીને સમસ્ત પ્રાણી પરત્વે દયાવાન્‌ થા. તેનું શું ફળ છે? આર્ય કર્મ કરવાથી તું વૈમાનિક દેવ થઈશ. ક્યારે? આ મનુષ્ય ભવ પછી, કેવો? વૈક્રિય શરીરવાળો. કેમકે ગૃહસ્થ ધર્મમાં પણ સમ્યક્‌ત્વ દેશવિરતિ રૂપને દેવલોક ફળપણે કહેલ છે.
આટલું કહ્યા છતાં તે ન સમજ્યો ત્યારે તેની અવિનેયતાથી કહ્યું –

Linked texts (2)