Pramāṇa · Search · About · API

Uttarajjhayana 918

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 918

Language
Gujarati

918

વિવેચન–૪૪૯, ૪૫૦
ત્યારપછી સંતાનને કરે અને પાળે, સર્વ આપત્તિથી રક્ષે તે તાત. તે સંનિવેશમાં કે અવસરમાં ભાવથી સ્વીકારેલ મુનિ ભાવવાળા તે બંને કુમારોને અનશનાદિ તપ અને સર્વે સદ્ધર્માનુષ્ઠાનમાં બાધા કરતાં વચનો કહ્યા. શું કહ્યું? વેદવિદો આવું પ્રતિપાદન કરે છે કે - અવિદ્યમાન પુત્ર વાળાને પરલોક પ્રાપ્ત થતો નથી. કઈ રીતે? પુત્રો વિના પિંડ પ્રદાનના અભાવે ગતિ ન થાય. - X - X - અપુત્રની ગતિ નથી, સ્વર્ગ તો છે જ નહીં, ગૃહીધર્મ આદરીને જ સ્વર્ગે જવાશે.
આમ હોવાથી હે પુત્રો! ઋગ્વેદાદી ભણીને, બ્રાહ્મણોને જમાડીને, પુત્રોને કલા અને પત્ની ગ્રહણ કરાવીને ગૃહસ્થધર્મમાં સ્થાપીને તે પુત્રો પણ ઘેર જન્મેલા, માંગેલા નહીં. અથવા તે પુત્રોને સ્વામીપણે ઘરમાં સ્થાપીને, હે પુત્રો! શબ્દાદિ ભોગોને સ્ત્રી સાથે ભોગવીને પછી અરણ્યક વ્રતધારી થાઓ. કેવા? તપસ્વી મુનિ થઈ પ્રશંસા પામો. એ પ્રમાણે જ બ્રહ્મચર્યાદિ આશ્રમની વ્યવસ્થા છે. - X -. ‘વેદો ભણો’ એમ કહીને બ્રહ્મચર્યાશ્રમ કહ્યો, બ્રાહ્મણ જમાડો કહીને ગૃહસ્થ આશ્રમ કહ્યો. આરણ્યક થાઓ કહીને વાનપ્રસ્થાશ્રમ કહ્યો. મુનિના ગ્રહણ વડે યતિ આશ્રમ કહ્યો. ૦ તે સાંભળીને બંને કુમારોએ શું કર્યું?

Linked texts (2)