Uttarajjhayana 919
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 919
- Language
- Gujarati
919
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૫૧ થી ૪૫૬ [૧૪/૪૫૧ થી ૪૫૬]
[૪૫૧] પોતાના રાગાદિ ઈંધણથી પ્રદીપ્ત તથા મોહ રૂપ પવન વડે પ્રજ્વલિત શોકાગ્નિના કારણે જેમનું અંતઃકરણ સંતપ્ત તથા પરિતપ્ત છે. મોહગ્રસ્ત થઈ અનેક પ્રકારે દીનહીન વચન બોલી રહ્યા છે.
[૪૫૨] જે ક્રમશઃ વારંવાર અનુનય કરી રહ્યા છે, ધન અને કામભોગોનું નિમંત્રણ આપી રહ્યા છે, તે કુમારોએ સારી રીતે વિચારીને કહ્યું –
[૪૫૩] ભણેલા વેદ પણ રક્ષણ નથી કરતા, હિંસોપદેશક બ્રાહ્મણ પણ ભોજન કરાવાતા અંધકારછન્ન સ્થિતિમાં લઈ જાય છે. ઔરસ પુત્ર પણ રક્ષા કરનાર થતાં નથી, તો આપના કથનને કોણ અનુમોદન કરશે?
[૪૫૪] આ કામભોગ ક્ષણવાર માટે સુખ આપીને, લાંબો કાળ દુઃખ આપે છે. સંસારથી મુક્ત થવામાં બાધક છે. અનર્થની ખાણ સમાન છે.
[૪૫૫] જે કામનાઓથી મુક્ત થતાં નથી, તે અતૃપ્તિના તાપથી બળતા પુરુષ રાતદિવસ ભટકે છે અને બીજા માટે પ્રમાદ આચરણ કરનારા તે ધનની પ્રાપ્તિમાં લાગેલા, એક દિવસ જરા અને મૃત્યુને પામે છે.
[૪૫૬] આ મારી પાસે છે, આ મારી પાસે નથી, આ મારે કરવું છે, આ મારે નથી કરવું. આ પ્રમાણે વ્યર્થ બકવાદ કરનારાને અપહરનારું મૃત્યુ લઈ જાય છે તો પછી પ્રમાદ શા માટે?
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit