Pramāṇa · Search · About · API

Uttarajjhayana 920

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 920

Language
Gujarati

920

વિવેચન–૪૫૧ થી ૪૫૬ (આખી વૃત્તિ ત્રૂટક વ્યાખ્યારૂપ છે.)
પુત્રના વિયોગની સંભાવના જનિત મનોદુઃખ તે શોક અને તે રૂપ અગ્નિ તે શોકાગ્નિ, આત્મગુણ - કર્મના ક્ષયોપશમાદિથી ઉદ્ભવેલ સમ્યગ્‌દર્શનાદિ, તે રૂપ ઈંધનથી બાળવાથી, અનાદિકાળ સહચરિતપણાથી રાગાદિ કે આત્મગુણો ઈંધણ ઉદ્દીપકતાથી જેને છે તે, તથા મોહ - મૂઢતા - અજ્ઞાન, તે પવન - મોહાનિલ તેનાથી પણ અધિક, પ્રકર્ષથી બળવું તે અધિક પ્રજ્વલન વડે, ચારે બાજુથી તપ્ત, અંતઃકરણમાં જે સંતપ્ત ભાવ તેને. તેથી જ ચારે બાજુથી દહ્યમાન અર્થાત્‌ શરીરમાં ઉત્પન્ન દુઃખ પરશુ વડે અતિશય હૃદયમાં છેદતા. પુરોહીત ક્રમથી - પરિપાટીથી સ્વ અભિપ્રાય વડે પ્રજ્ઞાપના કરતા અને નિમંત્રણ કરતાં, તે બંને પુત્રોને ભોગો વડે ઉપચ્છાદન કરતા, દ્રવ્ય વડે યથાક્રમે - પ્રક્રમથી અનતિક્રમથી અભિલાષ કરવા યોગ્ય શબ્દાદિ વિષયો વડે અથવા કામગુણોમાં કુમારોને આવા અંધકારમય વચનો તેના પિતાએ કહેલાં છે.
ભણેલાં ઋગ્વેદો કંઈ શરણરૂપ થતાં નથી. તેના ભણવા માત્રથી દુર્ગતિમાં પતનથી રક્ષણનો હેતુ અસિદ્ધ છે. - X - X - X -. બ્રાહ્મણોને જે ભોજનની વાત, તે પણ અજ્ઞાનથી અંધકાર વધારનારી, નરક તુલ્ય છે. કેમકે બ્રાહ્મણો પણ કુમાર્ગની પ્રરૂપણા, પશુવધ આદિમાં કર્મોપચય નિબંધન અસત્‌ વ્યાપારમાં પ્રવર્તે છે. આવા અસત્‌માં પ્રવર્તતાને જે ભોજન તે નરક ગતિના હેતુપણે જ છે. આના વડે તેમના નિસ્તારકપણાંને દૂર કર્યું છે. વળી ઉત્પન્ન કરેલા પુત્રો પણ નરકાદિમાં ગતિમાં જતાં તમને શરણરૂપી થવાના નથી. કેમકે તમારા મનમાં જ કહેલું છે કે - ‘જો પુત્રોથી જ સ્વર્ગ મળતો હોય તો દાન ધર્મનું અસ્તિત્વ જ રહેશે નહીં.’ - X - X - X -.
આ પ્રમાણે અનંતર ત્રણ ઉપદેશ કહ્યા - વેદ અધ્યયનાદિ, ભોગો ભોગવો, એ ચોથા ઉપદેશનો ઉત્તર આપતાં કુમારો કહે છે - તે ભોગો ક્ષણમાત્રને માટે સુખ આપનારા છે. પછી ઘણો કાળ માટે નરકાદિ શારીરિક - માનસિક દુઃખોને આપનારા છે. કદાચ સ્વલ્પ કાળ માટે અતિશય સુખ આપનારા થાય અને દુઃખ પણ અન્યથા સ્વલ્પ કાળ માટે જ આપે. તો પણ તે બહુકાળ ભાવિ દુઃખના નિમિત્ત રૂપ બને છે. તે અતિશય દુઃખને દેનારા હોવાથી ‘અપ્રકૃષ્ટસુખા’ કહ્યા છે. તેથી સંસાર થકી મોક્ષ-વિશ્લેષ જ શુભ ફળ આપશે અને તેના વિપક્ષે તે પ્રતિબંધકતાથી અત્યંત પ્રતિકૂળ છે.
તે કામભોગોને આવા કેમ કહ્યા? ખનિ - આકર, ખાણ. કોની? અનર્થોની. આલોક અને પરલોકમાં દુઃખની પ્રાપ્તિ કરાવવા રૂપ. આવી ખાણ જ કામભોગોને કહી તે વિશેષ સ્પષ્ટ કરતાં કહે છે – વિષય સુખના લાભાર્થે અહીં-તહીં ભમતા, ‘અનિવૃત્તકામ’ થઈ રાત્રિ-દિવસ તેની પ્રાપ્તિમાં ચોતરફથી ચિંતા અગ્નિ વડે બળતા, બીજા જે સુહૃત - સ્વજનાદિ અથવા ભોજનાદિના માટે પ્રમાદી બને છે. ધનને વિવિધ ઉપાયોથી ગવેષતા તે પુરુષો વયની હાનિરૂપ જરાને અથવા પ્રાણત્યાગ રૂપ મૃત્યુને પામે છે.
મારી પાસે રજત રૂપ્ય આદિ છે, મારી પાસે પદ્મરાગાદિ નથી. હજી મારે ગૃહ પ્રાકારાદિ કરવાના છે, આ અકૃત્ય આરંભેલી છે, વાણિજ્યાદિ કરવા ઉચિત નથી. એ પ્રમાણે તે પુરુષ વૃથા જ અતિ વ્યક્ત વાચાથી બોલતો આયુ વડે હરણ કરાઈ જાય છે. હર - દિવસ રાત્રિ આદિ કે વ્યાધિ વિશેષથી, હરન્તિ - જન્માંતરમાં લઈ જાય છે. હવે ઉપસંહાર કરતાં કહે છે – હેતુથી - ધર્મમાં કયા પ્રકારે અનુદ્યમ કરવો ઉચિત હોય છે?
હવે તે બંનેને ધનાદિથી લોભાવવા પુરોહીત કહે છે –

Linked texts (2)