Uttarajjhayana 926
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 926
- Language
- Gujarati
926
વિવેચન–૪૫૯
જેમ અગ્નિ - વૈશ્વાનર, અરણિથી - અગ્નિ મંથન કાષ્ઠથી અવિદ્યમાન જ સંમૂર્ચ્છે છે, તે પ્રમાણે દૂધમાં ઘી, તલમાં તેલ આદિ જાણવા. એ પ્રમાણે જ હે પુત્ર! શરીરમાં સત્વો સંમૂર્ચ્છે છે. પૂર્વે ન હોવા છતાં શરીરાકર પરિણત ભૂત સમુદાયથી ઉત્પન્ન થાય છે. - X - તથા નાશ પામે છે - વાદળના રંગની જેમ પ્રલયને પામે છે. પરંતુ શરીરને નાશ થયા પછી ક્ષણવાર પણ તેની અવસ્થિતિ રહેતી નથી. અથવા શરીર હોવા છતાં આ સજવો નાશ પામે છે, પણ રહેતા નથી. જેમ જળનો પરપોટો રહેતો નથી. - X - પ્રત્યક્ષથી આનું કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. આ શરીરમાં કે શરીર સિવાય ભવાંતર પ્રાપ્તિ પ્રત્યક્ષ ઉપલબ્ધ નથી. જેમ સસલાને શીંગડા નથી. ૦ કુમારો બોલ્યા –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati