Pramāṇa · Search · About · API

Uttarajjhayana 928

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 928

Language
Gujarati

928

વિવેચન–૪૬૦
નો - પ્રતિષેધ અર્થમાં છે, શ્રોત્ર આદિથી સંવેદ્ય તે ઈન્દ્રિયગ્રાહ્ય પ્રક્રમથી સત્વ. અસત્વથી જ આ ઈન્દ્રિયને અગ્રાહ્ય છે, એવી શંકા થાય. તેથી કહે છે – ઈન્દ્રિયગ્રાહ્ય રૂપ આદિના અભાવથી, અહીં કહેવાનો આશય આ છે કે - જે ઈન્દ્રિયગ્રાહ્ય થઈને ઉપલબ્ધ છે, તે અસત્‌ છે તેમ નિશ્ચય કરાય છે - X - X - X -. (અહીં આત્મવાદની કિંચિત્‌ વક્તવ્યતા છે. અમારી પૂર્વ પ્રતિજ્ઞાનુસાર આ વિષય છોડી દીધેલ છે. તજ્‌જ્ઞો પાસે મૂળવાદ સમજીને જ અનુવાદ સમજવો જોઈએ.) વૃદ્ધો વ્યાખ્યા કરતાં કહે છે કે - અમૂર્ત્તપણાથી તે નોઈન્દ્રિય ગ્રાહ્ય છે. નોઈન્દ્રિય એટલે મન, મન જ આત્મા. તેથી આત્મા પ્રત્યક્ષ છે. કઈ રીતે? ત્રૈકાલ્ય કાર્યના વ્યપદેશથી. તે આ પ્રમાણે – મેં કર્યું છે - હું કરું છું - હું કરીશ, મેં કહ્યું છે - હું કહું છું - હું કહીશ ઈત્યાદિ, આ જે ત્રિકાલ કાર્ય વ્યપદેશ હેતુ ‘અહં’ પ્રત્યય છે, તે આનુમાનિક પણ નથી, આગમિક પણ નથી. તો શું છે? પ્રત્યક્ષકૃત જ છે. આના વડે આત્માને સ્વીકારો. તથા અમૂર્ત્તભાવથી પણ તે નિત્ય છે. તેથી જ કહે છે કે –
જે દ્રવ્યત્વ છતાં અમૂર્ત્ત છે, તે નિત્ય છે. જેમકે આકાશ, અમૂર્ત્ત એવું આ દ્રવ્યત્વથી છે. આના વડે વિનાશનું અનવસ્થાન કહ્યું. એ પ્રમાણે અમૂર્ત્તત્વથી જ તેના બંધનો સંભવ કે અસંભવ નથી. તેથી કહે છે – ‘અધ્યાત્મ હેતુ નિયત બંધ’ અધ્યાત્મ શબ્દથી આત્મામાં રહેલ મિથ્યાત્વ આદિ અહીં કહે છે. તેના નિમિત્તે અપરસ્થ હેતુના કૃતત્વમાં અતિ પ્રસંગાદિ દોષના સંભવથી નિયત - નિશ્ચિત, સંદિગ્ધ નહીં. જગતના વૈચિત્ર્યથી અન્યથા અનુપપત્તિથી, પ્રાણીને કર્મો વડે સંશ્લેષ થાય. જેમ અમૂર્ત્ત એવા આકાશમાં મૂર્ત્ત એવા ઘટ આદિથી સંબંધ છે. તેમ અમૂર્ત્ત એવા આત્માને પણ મૂર્ત્ત એવા કર્મોથી સંબંધ તે વિરુદ્ધ નથ. - X - X - તે મિથ્યાત્વ આદિ હેતુપણાથી છે પણ બધાંને હંમેશાં તેનો પ્રસંગ હોતો નથી. અર્થાત્‌ મિથ્યાત્વ આદિથી વિરહિત સિદ્ધોને કર્મબંધ નથી.
સંસાર - ચારે ગતિમાં પર્યટન રૂપ, તે કારણથી કર્મબંધ કહેલ છે. આના વડે અમૂર્તત્વથી આકાશની માફક નિષ્ક્રિયત્વ પણ નિરાહત કરેલ છે. જો એ પ્રમાણે આત્મા નિત્ય છે, તેથી જ તે ભવાંતર અનુયાયી છે. તેને બંધ છે, બંધથી મુક્તિ પણ છે. - તેથી -

Linked texts (2)