Pramāṇa · Search · About · API

Uttarajjhayana 938

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 938

Language
Gujarati

938

વિવેચન–૪૬૫, ૪૬૬
જે જે રાત્રિઓ, ઉપલક્ષણથી દિવસ પણ જાય છે, તે ફરી પાછા આવતા નથી. તેના આગમનમાં જ સર્વદા, તે એક જન્મરાત્રિ થાય, પછી બીજી મરણ રાત્રિ ક્યારેય પ્રગટ થતી નથી. તેમાં જે પ્રાણીઓ અધર્મ કરે છે, તેમની રાત્રિઓ નિષ્ફળ જાય છે. આયુષ્યના અનિત્યપણાથી અધર્મ કરવામાં ગૃહસ્થને તે અધર્મ નિબંધન છે. તેના નિષ્ફળપણાથી તેનો પરિત્યાગ જ શ્રેયસ્કર છે.
આનાથી વ્યતિરેક દ્વારમાં પ્રવ્રજ્યા સ્વીકારવાનો હેતુ જણાવીને તેનો જ અન્વય કહે છે. તે જ રાત્રિમાં જે ધર્મ કરે છે. તેનું ધર્મ લક્ષણ ફળ ઉપાર્જિત થવાથી, તેની રાત્રિ સફળ છે, વ્રતના સ્વીકાર વિના ધર્મ નથી, તેથી અમે વ્રતનો સ્વીકાર કરીશું, તેમ કહેવા માંગે છે.
આ પ્રમાણે કુમારના વચનથી આવિર્ભૂત સમ્યક્‌ત્વ, તેના જ વચનને પુરસ્કૃત કરતાં ભૃગુ કહે છે –

Linked texts (2)