Pramāṇa · Search · About · API

Uttarajjhayana 942

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 942

Language
Gujarati

942

વિવેચન–૪૬૮, ૪૬૯
જે કોઈને મૃત્યુ - અંતકાળ સાથે મિત્રતા છે, મૃત્યુથી જે નાશી શકે છે, અથવા જે જાણે છે કે હું મરીશ નહીં, તે જ આગામી દિવસે કરીશું તેવી પ્રાર્થના કરે છે. પરંતુ કોઈને મૃત્યુ સાથે મૈત્રી નથી, તેના અભાવ જ્ઞાનથી પલાયન થઈ શકતા નથી. તેથી આજે જ યતિ-ધર્મનો સ્વીકાર કરીશું.
તે જ ફળની ઉપમાના દ્વારથી દર્શાવે છે - આ ધર્મને સ્વીકારીને ફરી જન્મ લેવો નહીં પડે. કેમકે તેના નિબંધન રૂપ કર્મો દૂર થયા છે, આ જરા મરણાદિના અભાવ યુક્ત છે. આ મનોરમ વિષય સુખ આદિ અનાદિ સંસારમાં પૂર્વે ઘણી વાર પ્રાપ્ત કર્યા છે. તેને માટે ઘેર રહેવું યુક્ત નથી. અથવા આગતિ રહિત બીજું કંઈ નથી. કેમકે આનું અવસ્થા ધ્રુવભાવિપણે છે. જ્યાંથી પાછું આવવું ન પડે તેવું બીજું કોઈ સ્થાન નથી. તેથી આલોક-પરલોકમાં શ્રેય પ્રાપ્તિ નિમિત્ત અનુષ્ઠાનની જ શ્રદ્ધા આપણે કરવી યુક્ત છે. તેથી સ્વજનની આસક્તિ રૂપ રાગને દૂર કરીએ, કેમકે તત્ત્વથી કોણ કોનું સ્વજન છે અથવા નથી. - X - X - તેના વચન સાંભળીને પુરોહીત વ્રતગ્રહણ પરિણામ ઉત્પન્ન થતા, બ્રાહ્મણીને ધર્મવિઘ્ન-કારિણી માનીને આમ કહે છે –

Linked texts (2)