Pramāṇa · Search · About · API

Uttarajjhayana 944

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 944

Language
Gujarati

944

વિવેચન–૪૭૦, ૪૭૧
પ્રહીણપુત્ર - જેનાથી બંને પુત્રો દૂર થયા છે તે. અથવા પુત્રથી ત્યજાયેલો એવા મને ઘરમાં રહેવું નહીં ગમે. હે વાશિષ્ટિ! વશિષ્ટ ગોત્રમાં ઉત્પન્ન થયેલી! હવે ભિક્ષાગ્રહણ, ઉપલક્ષણથી વ્રત ગ્રહણનો કાળ આવી ગયો છે. એ પ્રમાણે કેમ? જેમ વૃક્ષ શાખા વડે જ સ્વાસ્થ્ય પામે છે. છેદાયેલી શાખા વડે તે જ વૃક્ષને લોકો ઠુંઠારૂપે ઓળખે છે. કેમકે શાખાઓ જ તેના શોભા સંરક્ષણમાં સહાયક હોવાથી વૃક્ષ માટે સમાધિનો હેતુ છે, એ પ્રમાણે મને પણ આ બંને પુત્રો સમાધિનો હેતુ છે, તેમના વિના હું ઠુંઠા સમાન જ છું. તેમના વિના ઘેર રહીને શું?
પક્ષ - પડતાં ને રક્ષણરૂપ તે પાંખો, તેનાથી રહિત અર્થાત્‌ જેમ આ લોકમાં પક્ષીઓ પાંખો વિના પલાયન થવા અસમર્થ હોવાથી બિલાડા આદિથી અભિભૂત થઈ જાય છે. તથા જે પ્રમાણે પદાતિ સૈન્ય રહિતનો રાજા સંગ્રામમાં શત્રુજનોથી પરાજિત જ થાય છે. તથા જેમ હિરણ્ય, રત્ન આદિ જેના વિનાશ પામ્યા છે તેવા વણિક્‌ - સાંયાત્રિક વહાણ ભાંગી જતા થઈ જાય છે અને સમુદ્ર મધ્યે વિષાદ પામે છે. તેમ હું પુત્રથી ત્યજાતા થઈ જઈશ. ત્યારે વાશિષ્ટીએ કહ્યું –

Linked texts (2)