Pramāṇa · Search · About · API

Uttarajjhayana 948

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 948

Language
Gujarati

948

વિવેચન–૪૭૩
સેવેલા છે મધુરાદિ રસો, ઉપલક્ષણથી કામગુણોને અથવા રસ એટલે સામાન્યથી આસ્વાદ્યમાનપણાથી ભોગો, હે ભવતિ! આમંત્રણ વચન છે, આ કાળકૃત શરીરાવસ્થા રૂપ વય આપણને છોડી રહી છે. તેમાં અહીં અભિમત ક્રિયા કરવાનું સામર્થ્ય લેવું. તે ભોગવેલા વારંવાર ભોગોને વય ત્યજી રહી છે, ઉપલક્ષણથી જીવિતને ત્યજી રહી છે. જેટલામાં તે તજીને જાય, તે પૂર્વે દીક્ષા લઈ લઈએ.
વય અને સ્થૈર્યાદિ જણાવતો દીક્ષાનો કોઈ કાળ નથી. તેથી અસંયમ જીવિત ન જીવવા, તેને માટેના ભોગોનો પ્રકર્ષથી ત્યાગ કરીએ. પરંતુ અભિમત વસ્તુની પ્રાપ્તિ રૂપ લાભ કે તેના અભાવ રૂપ અલાભને કારણે હું આવો ત્યાગ કરવાનું કહેતો નથી. પરંતુ લાભ કે અલાભ, સુખ કે દુઃખ, જીવિત કે મરણાદિમાં સમતાને ભાવિત કરતો હું મુનિભાવને આચરીશ, તેથી મુક્તિને માટે જ મારે દીક્ષા સ્વીકારવી છે. ત્યારે વાશિષ્ટી બોલી કે –

Linked texts (2)