Uttarajjhayana 950
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 950
- Language
- Gujarati
950
વિવેચન–૪૭૪
એક ઉદરમાં તમારી સાથે રહેલા તે સોદર્ય અર્થાત્ સમાન કુક્ષિમાં થયેલા ભાઈઓ, તેમને ઉપલક્ષણથી શેષ સ્વજન અને ભોગોને યાદ કરશો. કોની જેમ? જીર્ણ - વયની હાનિને પામેલા હંસની જેમ. કેવો? પ્રતિકૂળ સ્રોતમાં ગમન કરનાર. જેમ હંસ પ્રતિકૂળ ગમન કરવામાં અશક્ત છે, તે પ્રમાણે તમે પણ દુરનુચર સંયમભારને વહન કરવામાં અસમર્થ થઈ રહી સહોદરોનું કે ભોગોનું સ્મરણ કરશો. તેના કરતાં મારી સાથે ભોગોને ભોગવો. આ ભિક્ષાચર્યા અને ગ્રામાદિમાં અપ્રતિબદ્ધ વિહાર. ઉપલક્ષણથી દીક્ષા દુઃખહેતુક જ છે. પછી પુરોહીતે કહ્યું –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati