Uttarajjhayana 955
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 955
- Language
- Gujarati
955
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૭૮ થી ૪૮૧ [૧૪/૪૭૮ થી ૪૮૧]
પુત્ર અને પત્ની સહિત પુરોહીતે ભોગોને ત્યાગીને અભિનિષ્ક્રમણ કરેલ છે, તે સાંભળીને, તે કુટુંબની પ્રચૂર અને શ્રેષ્ઠ ધનસંપત્તિ ને ઈચ્છતા રાજાને રાણી કમલાવતીએ કહ્યું –
તમે બ્રાહ્મણ દ્વારા પરિત્યક્ત ધનને ગ્રહણ કરવાને ઈચ્છો છો, હે રાજન્! વમનને ખાનારો પુરુષ પ્રશંસનીય હોતો નથી. સર્વ જગત્ અને તેનું સર્વ ધન પણ તમારું થઈ જાય તો પણ તમારા માટે અપર્યાપ્ત જ થશે અને તે ધન તમારું રક્ષણ નહીં કરી શકે.
હે રાજન્! એક દિવસ આ મનોજ્ઞ કામગુણોને છોડીને જ્યારે મરશો ત્યારે એક ધર્મ જ સંરક્ષક થશે. હે નરદેવ! અહીં ધર્મ સિવાય બીજું કોઈ રક્ષા કરનાર નથી.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit