Uttarajjhayana 956
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 956
- Language
- Gujarati
956
વિવેચન–૪૭૮ થી ૪૮૧
ભૃગુ નામક પુરોહીત, બંને પુત્રો અને પત્ની સહિત અભિનિષ્ક્રમણ કરી, ઘરથી નીકળી, પ્રકર્ષથી શબ્દાદિ ભોગોને ત્યજીને ‘પ્રવ્રજિત’ થયાનું જાણી તેના પ્રધાન વિપુલ ધન-ધાન્યાદિ, જે પુરોહીતે તજેલા છે, તે ગ્રહણ કરવા ઈચ્છતા રાજાને વારંવાર સમ્યક્ વચન કહેતી તેની અગ્રમહીષિ કમલાવતી શું કહે છે? ઉલટી કરેલાને ખાનારો પુરુષ, હે રાજન્! વિદ્વાનો વડે પ્રશંસિત ન થાય. તમે બ્રાહ્મણોએ તજેલા ધનને ગ્રહણ કરવા ઈચ્છો છો, તે વમેલાને ખાવા બરાબર જ છે. આપના જેવાને તે ઉચિત નથી. - X -
આખું જગત તમારું થઈ જાય, કદાચ આવું બની પણ જાય અને બધું જ ધન - રજત, રૂપ્ય આદિ દ્રવ્ય પણ તમારું થઈ જાય. ત્યારે તે બધું પણ તમારી ઈચ્છાપૂર્તિને માટે અપર્યાપ્ત છે. કેમકે ઈચ્છા આકાશ સમાન અનંત છે. તથા આ સર્વ જગતનું ધન પણ જરા, મરણને દૂર કરનાર થવાનું નથી. - X - પૂર્વે આના વડે ગર્હા કરીને પુરોહીતના ધનાદિના અગ્રહણનો હેતુ અનુપકારિતા દેખાડીને હવે તેની અનિત્યતાને તેનો હેતુ કહે છે –
હે રાજન્! જ્યારે મરીશ, પ્રાણોને ત્યજીશ. કેમકે જન્મેલનું મૃત્યુ અવશ્ય થવાનું છે, ત્યારે પણ કદાચિત્ અભિલષિત વસ્તુ મેળવીને મરીશ, તો પણ ઉક્ત રૂપ ચિત્ત આહ્લાદક કામગુણોને પ્રકર્ષથી ત્યજીને એકલો જ મરીશ, તેમાંનું કંઈ તારી સાથે નહીં આવે. ત્યારે એક સમ્યગ્ દર્શનાદિરૂપ ધર્મ જ હે રાજન્! આપત્તિમાં પરિરક્ષણ કરવામાં સમર્થ થશે, બીજું કંઈ જ નહીં. અર્થાત્ આ સ્વજન, ધન આદિ યુક્ત આ મૃત્યુ લોકમાં મુક્તિના હેતુપણાથી ધર્મ જ એક ત્રાણ રૂપ થશે. બીજું કંઈ નહીં. તેથી ધર્મ જ અનુષ્ઠેય છે.
જે કારણે ધર્મનો આદર કરવો, બીજું કંઈ ત્રાણ નથી, તેથી –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati