Uttarajjhayana 957
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 957
- Language
- Gujarati
957
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૮૨ થી ૪૮૯ [૧૪/૪૮૨ થી ૪૮૯]
[૪૮૨] પંખિણી જેમ પીંજરામાં સુખને અનુભવતી નથી. તેમ જ મને પણ અહીં આનંદ નથી. હું સ્નેહ બંધનો તોડીને અકિંચન, સરળ, નિરાસક્ત, પરિગ્રહ અને હિંસાથી નિવૃત્ત થઈને મુનિધર્મને આચરીશ.
[૪૮૩] જેમ વનમાં લાગેલ દાવાનળમાં જંતુને બળતા જોઈને રાગ-દ્વેષને કારણે બીજા જીવ પ્રમુદિત થાય છે.
[૪૮૪] તે જ પ્રકારે કામભોગોમાં મૂર્ચ્છિત આપણે મૂઢ લોકો પણ રાગદ્વેષના અગ્નિમાં બળતા એવા જગત્ને સમજી શકતા નથી.
[૪૮૫] આત્મવાન્ સાધક ભોગોને ભોગવીને અને અવસરે તેને ત્યાગીને વાયુની માફક અપ્રતિબદ્ધ થઈને વિચરણ કરે છે. પોતાની ઈચ્છાનુસાર વિચરણ કરનારા પક્ષીની માફક પ્રસન્નતાપૂર્વક સ્વતંત્ર વિહરે છે.
[૪૮૬] હે આર્ય! આપણે હસ્તગત થયેલ આ કામભોગ જેને આપણે નિયંત્રિત સમજેલા છે, વસ્તુતઃ તે ક્ષણિક છે. હજી આપણે કામનામાં આસક્ત છીએ, પણ જેમ આ બંધનમુક્ત થયા, તેમ આપણે થઈશું.
[૪૮૭] જે ગીધ પક્ષીની પાસે માંસ હોય છે, તેના ઉપર બીજા માંસમક્ષી પક્ષી ત્રાટકે છે. જેની પાસે માંસ નથી, તેની ઉપર નથી ત્રાટકતા. તેથી હું પણ માંસોપમ બધાં કામભોગો છોડીને નિરામિષ ભાવે વિચરીશ.
[૪૮૮] સંસારવર્ધક કામ ભોગોને ગીધ સમાન જાણીને તેનાથી તે રીતે જ શંકિત થઈને ચાલવું જોઈએ, જેમ ગરુડ સમીપે સાપ ચાલે છે.
[૪૮૯] બંધન તોડીને જેમ હાથી પોતાના નિવાસ સ્થાને ચાલી જાય છે, તેમ જ આપણે પણ આપણા વાસ્તવિક સ્થાને જવું જોઈએ. હે મહારાજ ઈષુકાર! આ જ શ્રેયસ્કર છે, એવું મેં સાંભળેલ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit