Uttarajjhayana 958
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 958
- Language
- Gujarati
958
વિવેચન–૪૮૨ થી ૪૮૯
ન - નિષેધ અર્થમાં છે, અહં - આત્મ નિર્દેશમાં છે. રતિ પામતી નથી જેમ સારિકા આદિ પાંજરામાં હોય. અર્થાત્ આ દુઃખોત્પાદિની પંજરમાં રતિને પામતા નથી, તેમ હું પણ જરા-મરણાદિ ઉપદ્રવથી ભવપંજરમાં રતિ પામતી નથી. તેથી સ્નેહ સંતતિ વિનાશિત થતાં હું મુનિ ભાવમાં ચરીશ - અનુષ્ઠાન કરીશ. કંઈ વિદ્યમાન નથી તે અકિંચન, દ્રવ્યથી - હિરણ્ય આદિ, ભાવથી - કષાયાદિ રૂપ નહીં તેવા. તેથી જ ઋજુ - માયા રહિત, અનુષ્ઠાન કરવું તે ઋજુકૃતા. કેવી રીતે થશું? નીકળીને. આમિષ - ગૃદ્ધિના હેતુથી અભિલષિત વિષયાદિથી અથવા નિર્ગત આમિષ તે નિરામિષ. પરિગ્રહ અને આરંભના દોષો - આસક્તિ અને હિંસકતા આદિ, તેનાથી અટકાવે તે પરિગ્રહારંભ દોષ નિવૃત્ત તેથી તે વિકૃતિ વિરહિત છે.
જેમ વનમાં દાવાનળના બળતા - ભસ્મસાત્ કરાતા પ્રાણીમાં, બીજા પ્રાણીઓ અવિવેકી હોવાથી પ્રકર્ષથી ખુશ થાય છે. કેમકે તેઓ રાગ-દ્વેષને વશ થયેલા છે. આપણે મૂઢ - મોહને વશ પણ ઉક્ત રૂપ કામભોગોમાં મૂર્ચ્છિત અને ગૃદ્ધ થઈ બળતા એવા આપણે રાગદ્વેષના અગ્નિને વશ થઈ પ્રાણી સમૂહને જાણતા નથી.
જે વિવેકી હોય, રાત્રાદિવાળો ન હોય તે દાવાનળથી બળતા, બીજા જીવોને જોઈને હું પણ આના વડે બળી જઈશ તેમ વિચારીને તેના રક્ષણના ઉપાયમાં તત્પર થાય છે. પ્રમાદને વશ થઈને ખુશ રહેતા નથી. જે અત્યંત અજ્ઞ અને રાગાદિવાળા છે તે આપત્તિનો વિચાર કર્યા વિના ખુશ થાય છે અને તેના ઉપશમનને માટે પ્રવર્તતા નથી. આપણે પણ ભોગના અપરિત્યાગથી તેવા જ છીએ.
જેઓ એવા નથી થતાં તે શું કરે છે? મનોજ્ઞ શબ્દાદિને ભોગવીને પછી ઉત્તરકાળે તેનો ત્યાગ કરીને, વાયુ જેવા લઘુભૂત થઈએ. ત્યાર પછી લઘુભૂત - અપ્રતિબદ્ધ વિહારી થઈને વિચરીએ. અથવા લઘુભૂત - સંયમ, તેમના વડે વિચારવાનો સ્વભાવ જેનો છે, તેવા થઈએ. તેવા પ્રકારના અનુષ્ઠાન વડે હર્ષિત થતાં વિવક્ષિત સ્થાને જઈએ. કોની જેવા? દ્વિજ અર્થાત્ પક્ષીની જેમ અભિલાષ વડે ક્રમે છે તે કામક્રમા, જેમ પક્ષીઓ સ્વેચ્છાથી જ્યાં-ત્યાં ગમે ત્યાં-ત્યાં પ્રમોદ કરવા ભ્રમણ કરે છે. મુનિઓ પણ આસક્તિની પરતંત્રતાના અભાવથી જ્યાં-જ્યાં સંયમ યાત્રાનો નિર્વાહ થાય ત્યાં-ત્યાં જાય છે.
આ અનુભવવાથી પ્રત્યક્ષ શબ્દાદિ નિયંત્રિત છે. અનેક ઉપાયોથી રક્ષિત છે, તે અસ્થિત ધર્મપણાથી સ્પંદિત થાય છે. તે કેવા પ્રકારના છે? આ મારા - તમારા હાથમાં હોય તેવા અર્થાત્ સ્વ વશ છે, તેમ માનતા રહી તેની સાથે આસક્ત થઈ જઈએ છીએ. - X -. અભિલાષ કરવા યોગ્ય શબ્દાદિમાં ફરી આસક્તિ અર્થાત્ મોહથી વિલાસ કરતા અથવા આયુની ચંચળતાથી પરલોકના ગમનને માટે સ્પંદિત થઈએ છીએ.
જો એમ છે, તો આપણે આ પુરોહિતાદિ જેવા થઈએ, જેમ તેઓએ ચંચળતાને જોઈને બધો પરિત્યાગ કર્યો, તેમ આપણે પણ ત્યાગ કરીશું. જો અસ્થિરત્વપણું છે, તો પણ શું સુખના હેતુપણાથી તજીએ છીએ? તેથી કહે છે – માંસના ટુકડાને કુલલની જેમ ગૃધ્ર કે સમળીની પાસે જોઈને બીજા પક્ષીઓ પીડા કરે છે. નિરામિષને પીડતા નથી. તે પ્રમાણે આમિષ - આસક્તિના હેતુ એવા ધન-ધાન્યાદિને તજીને અપ્રતિબદ્ધ વિહારપણાથી વિચરીશું. નિરામિષ એટલે આસક્તિનો હેતુ તજીને.
ઉક્ત કથનના અનુવાદથી ઉપદેશ કરતાં કહે છે – ગીધની ઉપમાથી જાણીને. કોને? માંસરૂપ લોકને, વિષયો સંસારવૃદ્ધિના હેતુપણાથી જાણીને, અથવા કર્મયોગને અત્યંત ગૃદ્ધિપણે જાણીને, તેને સંસારવર્ધક જાણીને પછી શું કરે? જેમ સર્પ, ગરૂડની પાસે ભયત્રસ્ત થઈને મંદપણે કે યતનાપૂર્વક વિચરે - ક્રિયામાં પ્રવર્તે તે પ્રમાણે વિષયો વડે પીડિત ન થવા માટે સંયમની આસેવના કરીએ.
પછી શું? જેમ હાથી સાંકળ આદિના બંધનને છેદીને પોતે વિંધ્ય અટવી પ્રતિ જાય છે, એ પ્રમાણે તમે પણ કર્મબંધનોને હણીને કર્મ રહિત થઈને શુદ્ધ થઈ, જ્યાં આત્માનું અવસ્થાન છે, તે મુક્તિમાં જઈને રહે. આના વડે પ્રસંગથી દીક્ષાનું ફળ કહ્યું. એ પ્રમાણે ઉપદેશ આપીને નિગમન કરતાં કહે છે – હે પ્રશસ્ય ભૂપતિ ઈષુકાર! જે મેં કહ્યું છે તે હિતકારી છે, તે મેં સ્વબુદ્ધિથી કહેલ નથી, પણ સાધુની પાસેથી અવધારેલ છે.
એ પ્રમાણે વચનો સાંભળીને પ્રતિબદ્ધ થયેલા રાજાએ શું કર્યું?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati