Uttarajjhayana 960
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 960
- Language
- Gujarati
960
વિવેચન–૪૯૦, ૪૯૧
વિસ્તીર્ણ રાષ્ટ્રમંડલ કે રાજ્યને છોડીને, ઉક્તરૂપ કામભોગો જે દુષ્પરિહાર્ય છે. તે શબ્દાદિ વિષય વિરહિત બંને, તેથી નિરામિષ થયા. અથવા દેશથી વિરહિત, રાષ્ટ્રનો પરિત્યાગ અને કામભોગના ત્યાગથી આસક્તિના હેતુથી વિરહિત થયા. તેથી નિસ્નેહાદિ૦ - પ્રતિબંધ રહિત, પરિગ્રહ રહિત, અવિપરીત શ્રુત ચારિત્ર રૂપ ધર્મને જાણીને વિશેષથી સમજીને શબ્દાદિ કામગુણોને છોડીને, અનશનાદિ તપને સ્વીકારીને, જે પ્રકારે તીર્થંકરાદિ વડે કહેવાયેલ છે. તે અત્યંત દુરનુચર ઘોરકર્મ કરી, ધર્મવિષયક સામર્થ્ય રૂપ તે રાણી - રાજા તે પ્રમાણે જ કર્યું.
હવે ઉપસંહાર.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati