Pramāṇa · Search · About · API

Uttarajjhayana 961

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 961

Language
Gujarati

961

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૯૨ થી ૪૯૪ [૧૪/૪૯૨ થી ૪૯૪]
એ પ્રમાણે તે બધાં ક્રમશઃ બુદ્ધ થયા. ધર્મપરાયણ થયા. જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થયા, તેથી જ દુઃખના અંતગવેષી થયા.
જેમણે પૂર્વજન્મમાં અનિત્યાદિ ભાવનાઓથી પોતાનો આત્મા ભાવિત કર્યો છે. તે બધા રાજા, રાણી, બ્રાહ્મણ, પુરોહિત, તેની પત્ની અને તેના બંને પુત્રો વીતરાગ અર્હત્‌ શાસનમાં મોહોને દૂર કરીને થોડાં સમયમાં જ દુઃખોનો અંત કરીને મુક્ત થઈ ગયા - એ પ્રમાણે હું કહું છું.

Linked texts (1)