Uttarajjhayana 962
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 962
- Language
- Gujarati
962
વિવેચન–૪૯૨ થી ૪૯૪
આ પ્રકારે અનંતર કહેવાયેલા એવા છ એ પણ અભિહિત પરિપાટીથી તત્વોને જાણીને, સર્વ ધર્મ એકનિષ્ઠ થઈને, પરંપરાથી ધર્મ જેને છે તે પરંપરધર્મો, તે કહે છે – સાધુના દર્શનથી બંને કુમારો, કુમારના વચનથી તેના માતા-પિતા, તેના અવલોકનથી કમલાવતી, ત્યારપછી પરંપરાએ રાજાને ધર્મપ્રાપ્તિ થઈ. જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થઈને અસાતાનો અંત, તેના ગવેષક થયા.
ફરી તેની જ વક્તવ્યતા કહે છે – દર્શનમાં મોહરહિત થયેલ અન્ય જન્મમાં અભ્યાસરૂપથી વાસિત અથવા જેમણે ભાવના ભાવેલી છે તે. તેથી જ થોડાં જ કાળથી દુઃખના અંતને - મોક્ષને પ્રાપ્ત થયા.
મંદમતિના સ્મરણ માટે અધ્યયનનો ઉપસંહાર કરતાં કહે છે – ઈષુકાર રાજા, કમલાવતી રાણી, ભૃગુ નામે બ્રાહ્મણ પુરોહીત, તેની પત્ની બ્રાહ્મણી - યશા, તેમના બંને પુત્રો બધાં પૂર્વવત્ કર્માગ્નિના ઉપશમથી શીતીભૂત થઈને મુક્તિને પામ્યા.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati