Uttarajjhayana 965
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 965
- Language
- Gujarati
965
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૭૬ થી ૩૭૮ + વિવેચન [૧૫/નિર્યુક્તિ-૩૭૬ થી ૩૭૮ + વિવેચન]
જે ભેદે છે તે કર્તા. ભેદન તે કરણ જેના વડે ભેદાય છે. ‘ભેત્તવ્ય’ જ ભેત્તવ્યક કર્મ - જે ભેદાય છે. આ ત્રણેના બબ્બે ભેદ છે - દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યમાં – રથકાર - તક્ષક, તે આદિ દ્રવ્યથી ભેત્તા - ભેદનાર છે. આદિ શબ્દથી લુહાર આદિ લેવા. પરશુ - કૂહાડી આદિ દ્રવ્યથી ભેદન, દારુક - કાષ્ઠ વગેરે જે દ્રવ્યથી ભેદાય છે તે.
સાધુ - તપસ્વી, કર્મ - જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારે, તપ - અનશન આદિ. ત્રણે અનુક્રમે ભેદનાર, ભેદવા યોગ્ય, ભેદન જાણવા. ભિનત્તિ કહ્યું.
હવે ‘ક્ષુધ’ની વ્યાખ્યા – રાગદ્વેષ, મનોદંડાદિ દંડ, યોગકરણ, કારણ, અનુમતિ રૂપ. ક્ષુધ - ભૂખ, ગૌરવ - ઋદ્ધિ ગારવાદિ, શલ્ય - માયા શલ્ય આદિ. વિકથા - સ્ત્રીકથાદિ. સંજ્ઞા - આહાર સંજ્ઞાદિ આઠ પ્રકારના કર્મરૂપ, તે પણ ‘ક્ષુધ’ કહેવાય છે. કષાય - ક્રોધાદિ, પ્રમાદ - મદ્ય આદિ. તે ક્ષુધા સંબંધે જાણવા. હવે ઉપસંહાર કરતાં કહે છે –