Uttarajjhayana 968
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 968
- Language
- Gujarati
968
વિવેચન–૪૯૫
મુનિનું કર્મ તે મૌન - સમ્યક્ ચારિત્ર, તેને આચરીશ. કેવી રીતે? શ્રુત અને ચારિત્ર ભેદે ધર્મને પામીને - દીક્ષા લઈને. સહિત - સમ્યગ્ દર્શનાદિ કે અન્ય સાધુ સાથે. સ્વહિત કે સદનુષ્ઠાન કરવાથી એવો કોણ? ઋજુ - સંયમથી પ્રધાન અથવા માયાના ત્યાગથી ઋજુ. કૃતમ્ - અનુષ્ઠાન, જેણે કરેલ છે ઋજુકૃત. નિદાન - વિષય આસક્તિરૂપ, અથવા નિદાન એટલે પ્રાણાતિપાતાદિ કર્મબંધનના કારણ, તેને છેદીને દૂર કર્યા છે તે. અથવા છિન્નનિદાન તે અપ્રમત્ત સંયત. સંસ્તવ - પૂર્વ સંસ્તુત તે માતા આદિ, પશ્ચાત્ સંસ્તુત - તે સસરા આદિ. તેનો પરિચય તજે છે. - X - કામ - ઈચ્છાકામ અને મદનકામ, જે પ્રાર્થના કરે છે તે કામકામ, જેને તે નથી તે અકામકામ. અથવા અકામ - મોક્ષ, તેમાં સર્વે અભિલાષોથી નિવૃત્ત થઈ તેને જે પ્રાર્થે છે તે. તેથી જ અજ્ઞાતપણે આહારાદિની ગવેષણા કરનાર, અનિયત વિહારીપણાથી વિચરે છે.
એવા પ્રકારનો જે છે તે ભિક્ષુ. આના વડે સિંહપણાથી જ વિચરણને ભિક્ષુત્વ નિબંધન કહ્યું. તે સિંહપણે વિહરણ જે રીતે થાય તે–
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati