Pramāṇa · Search · About · API

Uttarajjhayana 970

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 970

Language
Gujarati

970

વિવેચન–૪૯૬
રાગ - આસક્તિ, ઉપરત - નિવૃત્ત, જે રીતે રાગથી નિવૃત્ત થઈને વિચરે છે. આના વડે મૈથુન નિવૃત્તિ કહી. રાગ વિના મૈથુન ન હોય, અથવા રાત્રિના ભક્ષણથી નિવૃત્ત. આના વડે રાત્રિ ભોજનથી નિવૃત્ત કહી. લાઢ - સદનુષ્ઠાનપણાથી પ્રધાન, વિરત - અસંયમથી નિવૃત્ત, અહીં સંયમના આક્ષેપથી પ્રાણાતિપાત નિવૃત્તિ કહી. સાવદ્ય વચનના નિવૃત્તિ રૂપપણાથી વાણીના સંયમ વડે મૃષાવાદ નિવૃત્તિ પણ બતાવી. જેના વડે જણાય તે વેદ - સિદ્ધાંત, તે જાણીને આત્મા રક્ષિત - દુર્ગતિમાં પડવાથી રોકેલ છે જેના વડે તે, અથવા વેદને જાણે તે વેદવિદ્‌, તથા રક્ષેલ છે સમ્યગ્‌ દર્શનાદિ લાભો જેના વડે તે રક્ષિતાય.
પ્રાજ્ઞ એટલે હેય-ઉપાદેયના બુદ્ધિમાન્‌, અભિભૂય - પરીષહ અને ઉપસર્ગને પરાજિત કરીને. જીવોને સમસ્તપણે આત્મવત્‌ જોનાર. અથવા રાગ અને દ્વેષને અભિભૂત કરીને બધી વસ્તુ સમપણે જોનાર, સર્વદર્શી. એમ હોવાથી કોઈપણ સચિત્તાદિ વસ્તુમાં મૂર્ચ્છિત ન થાય, આના વડે પરિગ્રહ નિવૃત્તિ કહી. અપ્રતિબદ્ધ વ્યક્તિ કઈ રીતે અદત્ત લઈ શકે? તેનાથી અદત્તાદાનની નિવૃત્તિ જાણવી. આ પ્રમાણે મૂલગુણ યુક્ત હોય તે ભિક્ષુ થાય છે.

Linked texts (2)